( સુરત શહેર માનદ પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી)
[ લોકતક સમાચાર ન્યૂઝ નેટવર્ક ]
⭕ સુરત / ઉધના(લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી) તારીખ: ૧૯ ગુરુવાર :-સુરત જિલ્લા માંગ સુરત શહેર ખાતે આજ રોજ દિલ્હીમાં નવા લોકસભા ભવન ખાતે જ્યારે ભારતીય જનતા પાર્ટીના સંસદશ્રીઓ કોંગ્રેસ પાર્ટી દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરના કરવામાં આવેલા અપમાનના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી દ્વારા ભારતીય જનતા પાર્ટીના સાંસદોની સાથે ધક્કામુક્કી કરવામાં આવી હતી જેમાં બે સાંસદશ્રીઓને ગંભીર ચોટ પહોંચી હતી અને મહિલા સાંસદ સાથે અશોભનીય વર્તન કરવામાં આવ્યું હતું .
ઉપરોક્ત બનાવના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટી - સુરત મહાનગર પ્રમુખ શ્રી નિરંજન ઝાંઝમેરાની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ પાર્ટી તથા રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું .
શ્રી નિરંજન ઝાંઝમેરા દ્વારા માંગ કરવામાં આવી હતી કે આ માટે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી દેશ અને ભારતીય જનતા પાર્ટીની માફી માંગે .
ઉપરોક્ત પ્રસંગે ભારતીય જનતા પાર્ટી - સુરત મહાનગર મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ, શ્રી કાળુભાઈ ભીમનાથ , સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ડો. નરેન્દ્ર પાટીલ , સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજન પટેલ , શાસક પક્ષ નેતા શ્રીમતી શશી ત્રિપાઠીજી , નગરસેવકશ્રીઓ સહિત વિવિધ આગેવાન નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા .
શૈલેશ શુકલ મીડીયા કન્વીનર સુરત મહાનગર
=====≈===================================


