( સુરત શહેર માનદ પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી )
[ લોકતક સમાચાર ન્યૂઝ નેટવર્ક ]
⭕ સુરત / ઉધના ( લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી ) તારીખ:- ૦૫ રવિવાર :- સુરત શહેર ઉધના સ્થિત પંડિત દિનદયાલ ઉપાધ્યાય ભવન ભાજપા કાર્યાલય પર ઉધના ખાતે પ્રદેશની સુચના અનુસાર ભારતીય જનતા પાર્ટીના બંધારણ મુજબ તથા પાર્ટી દ્વારા નક્કી કરાયેલ નિયમો અનુરૂપ સુરત મહાનગર ના ચૂંટણી અધિકારી શ્રી રાકેશભાઈ શાહ સહાયક શ્રી કુલદીપ સિંહ સોલંકી ચૂંટણી સહ અધિકારી શ્રી પંકજભાઈ દેસાઈ તથા શ્રી રમેશભાઈ ઉકાણી દ્વારા સવારે 10:00 કલાકે થી શરૂ કરી બપોરે 2.00 વાગ્યા સુધી સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ પદ માટે લગભગ 70 લોકોએ દાવેદારી નોંધાવી હતી
આદરણીય ચૂંટણી અધિકારી શ્રી રાકેશભાઈ શાહ તથા સહાયકો દ્વારા ઉમેદવારોને સાંભળી તેમના ઉમેદવારી પત્રો સ્વીકાર્યા હતા શહેર પ્રમુખ માટે દાવેદારી નોંધાવનાર સુરત શહેર ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.ત્યારબાદ સાંજે 6:30 કલાકે સુરત શહેર તથા સુરત જિલ્લાના ક્લસ્ટર અધિકારી શ્રીમતી રંજનબેન ભટ્ટ ની અધ્યક્ષતામાં પાર્ટી કાર્યાલય ખાતે અપેક્ષિત શ્રેણીના સહુ પદાધિકારીઓ તથા સાંસદ શ્રી ધારાસભ્યશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી જેમાં ઉમેદવારો વિશે ગહન ચર્ચા વિચારણા થઈ હતી. આગામી 6 જાન્યુઆરી ના રોજ ગાંધીનગર ખાતે યોજાનાર પ્રદેશની બેઠક દરમિયાન આ નામો નું શોર્ટ લિસ્ટ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ સુરત શહેર ભાજપના નવા પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે(શૈલેશ શુક્લ મીડિયા કન્વીનર સુરત મહાનગર)
========================================


