( સુરત શહેર માનદ પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી )
[ લોકતક સમાચાર ન્યૂઝ નેટવર્ક ]
⭕ સુરત / ઉધના (લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી ) તારીખ:- १२ જાનેવારી રવિવાર :- સુરત શહેર ઉધના સ્થિત અંબાનગર ખાતેના કાર્યાલય પર તારીખ 12/01/2025 રવિવાર ના રોજ આગામી ઉતરાયણ પર્વ નિમિત્તે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી જીના મુખ્ય પ્રકલ્પો મા એક *"જલ હે તો કલ હૈ"* સૂત્રને ચરિતાર્થ કરવાના હેતુથી નાગરિકોમાં પાણી માટે જનજાગૃતિ આવે અને પાણીની મહત્વતા વિશે સમજે તે આશયથી સુરત મહાનગર ખાતે પ્રત્યેક વોર્ડના કાર્યકર્તાઓને કુલ મળીને બે લાખ પતંગો નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પતંગો ઉપર *"જળ સંચય" "જન ભાગીદારી" "જન આંદોલન" "જળ એ જ જીવન" "જલ હે તો કલ હૈ" "કેચ ધ રેન"* સુત્રો લખેલા પતંગો જેના પર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીના ફોટા વાળા પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સુરત મહાનગર અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા મહામંત્રી શ્રી ઓ શ્રી કિશોરભાઈ શ્રી કાળુભાઈ ભીમનાથ ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રભાઈ પાટીલ માજી સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
શૈલેશ શુક્લ મીડિયા કન્વીનર સુરત મહાનગર



