⭕ *શહેર અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ દ્વારા વોર્ડ પ્રમુખોના ઘરે જઈ કરાઈ શુભેચ્છા મુલાકાત... નગરસેવક શ્રીઓ તથા પદાધિકારી શ્રીઓ રહયા હાજર...*🔘

 



  ( સુરત શહેર માનદ પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી)

            [ લોકતક સમાચાર ન્યૂઝ નેટવર્ક ]

⭕ સુરત / ઉધના ( લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી ) તારીખ:- ૨૩ માર્ચ રવિવાર :- સુરત શહેર અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળતા ની સાથે પંડિત દીન દયાલ ભવન ભાજપ કાર્યાલય ખાતે સહુ પદાધિકારીશ્રીઓ  તથા શહેરના નગરજનો આદરણીય અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા ત્યારબાદ આ ઘટનાક્રમને આગળ ધપાવતા શહેર અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ દ્વારા તારીખ 21 માર્ચના રોજ શહેરના નવ વોર્ડ જેવા કે વોર્ડ નંબર 23, 24, 28, 29, 30 તથા બપોર બાદ વોર્ડ નંબર 18, 19, 25, તથા 26 ના વોર્ડ પ્રમુખો સાથે તેમના ઘરે જઈ તેમના પરિવારના સદસ્યશ્રીઓ તથા નગરસેવક શ્રીઓ તેમજ વોર્ડના સહુ પદાધિકારી શ્રીઓ સાથે બેસી ચાય પે ચર્ચા તથા વિચાર ગોષ્ટિનું આયોજન કરવામાં આવ્યું હતુ.




આજ કડીમાં આગળ વધતા તારીખ 22 માર્ચના રોજ શહેરના 7 વોર્ડ જેવા કે વોર્ડ નંબર 6, 7, 8, તેમજ બપોર બાદ 17,16,15, તથા વોર્ડ નંબર 14 ના અધ્યક્ષોના ઘરે જઈ શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી.આગામી તારીખ 24 માર્ચ તથા 25 માર્ચના રોજ બાકી રહેલા સહુ વોર્ડ મા આ જ રીતે વોર્ડ પ્રમુખશ્રીઓના ઘરે જઈ તેમના પરિવાર તથા નગરસેવક શ્રીઓ સાથે તથા વોર્ડ સંગઠનના સૌ પદાધિકારીઓ ની મુલાકાત લેશે. શૈલેશ શુક્લ (મીડિયા કન્વીનર સુરત મહાનગર)

=========================================

Post a Comment

0 Comments