( સુરત શહેર માનદ પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી)
[ લોકતક સમાચાર ન્યૂઝ નેટવર્ક ]
⭕ સુરત /ઉધના (લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી) તારીખ:- ૧૩ એપ્રિલ રવિવાર :- સુરત શહેર ના તમામ વિસ્તારોમા ડો. બાબાસાહેબ આંબેડકરજીની ૧૩૪ મી જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી - સુરત મહાનગર એસ સી મોરચા અધ્યક્ષ શ્રી હેમંતભાઈ ભગતના માર્ગદર્શન હેઠળ નવી ચાલી, પ્રણામી મંદિરની ગલીમાં, સૈયદપુરા ખાતે .ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાની સાફ સફાઈ, પુષ્પાંજલિ અને દીપોત્સોવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો . ઉપરોક્ત પ્રસંગે કમળની રંગોળી બનાવવામાં આવી હતી તથા સફાઈ કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવ્યું હતું .
જેમાં સુરત શહેર પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ , મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ , શ્રી કાળુભાઈ ભીમનાથ , સુરત શહેરના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ , સુરત શહેર મેયર દક્ષેશ માવાની , ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્ર પાટીલ , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજન પટેલ , શાસક પક્ષ નેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી , સુરત ભાજપા સંગઠનનાં કોષાધ્યક્ષ શ્રી શૈલેષ જરીવાલા તથા અન્ય હોદ્દેદારશ્રીઓ , નગરસેવકશ્રીઓ , સુરત એસ સી મોરચાના કાર્યકર્તાશ્રીઓ , શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.
( શૈલેશ શુક્લ મીડિયા કન્વીનર સુરત મહાનગર )
========================================
========================================
=========================================
=========================================
========================================
=========================================
==========================================
=========================================
========================================
========================================