⭕ *ભારતીય જનતા પાર્ટી - સુરત મહાનગર દ્વારા ૦૬ એપ્રિલના રોજ સ્થાપના દિવસના ઉપલક્ષમાં દરેક વિધાનસભામાં " સક્રિય કાર્યકર્તા " સંમેલનનું આયોજન પૈકી સુરત પશ્ચિમ વિધાનસભામાં " સક્રિય કાર્યકર્તા " સંમેલનનું આયોજન કરવામાં આવ્યું...*🔘




( સુરત શહેર માનદ પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી)

         [ લોકતક સમાચાર ન્યૂઝ નેટવર્ક ]

⭕ સુરત / ઉધના ( લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી ) તારીખ:૧૯ એપ્રિલ શનિવાર:- સુરત શહેર ખાતે 

ગતરોજ ૦૬ એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીના ૪૬ મો સ્થાપના દિવસના ઉપલક્ષમાં દરેક વિધાનસભામાં " સક્રિય કાર્યકર્તા " સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે .તે પૈકી આજે ૧૯ એપ્રિલ શનિવારના રોજ  સુરત પશ્ચિમ વિધાનસભામાં  સક્રિય કાર્યકર્તા" સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.ભારતીય જનતા પાર્ટી - ગુજરાત પ્રદેશ પ્રમુખ અને હાલ  ભારત સરકારમાં જળ સંશાધન મંત્રી માનનીય શ્રી સી આર પાટીલ સાહેબે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં દરેક સક્રિય કાર્યકર્તાઓને પોત પોતાના બુથ ઉપર ધ્યાન આપી તેને મજબૂત કરવા આહવાન કર્યું હતું . સાથે દરેક સક્રિય કાર્યકર્તાઓને પેજ પ્રમુખ તથા પેજ કમિટીના સભ્યો સાથે સંપકઁ જીવંત રાખવા જણાવ્યું હતું .સાથે તેમણે આજના વિશ્વના સર્વાધિક લોકપ્રિય અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીના નેતૃત્વમાં ભારત કેવી રીતે વિશ્વ ગુરુ બનવા ભણી પ્રયાણ કરી રહ્યું છે અને સમગ્ર વિશ્વમાં ભારત દેશની ખ્યાતિ વધી છે તે જણાવ્યું હતું . ૨૪ સુરત લોકસભાના પૂર્વ સાંસદ શ્રીમતી  દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે આજે ભારત દેશ આદરણીય પ્રધાનમંત્રી ને વિશ્વ નેતા શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં હરણફાળ ભરી રહ્યો છે . તેમણે જણાવ્યું હતું કે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ હંમેશા બુથને મજબૂત કરવા માટે ભાર આપ્યો છે.


સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીએ તેમના પ્રારંભિક ઉદબોધનમાં જણાવ્યું કે કેવી રીતે કોંગ્રેસ પાર્ટી દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર નું અપમાન કરવામાં આવ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીએ હંમેશા એમને ગૌરવ પ્રદાન કર્યું છે.આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા કરાયેલા વિશેષ કામોનો તેમણે ઉલ્લેખ કર્યો હતો. જેમાં સીએએ અંતર્ગત અફઘાનિસ્તાન ,  પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં જે પીડિત લઘુમતી છે તેમને અહીંયા નાગરિકતા આપવામાં આવી. તેમણે વન નેશન વન ઇલેક્શનથી કેવી રીતે ભારતને ફાયદો થશે અને કેવી રીતે જે ખર્ચ બચશે જે લોકોના ઉપયોગમાં આવશે તે વિશે પણ જણાવ્યું હતું.તેમણે યુ સી સી ના કાયદા વિશે પણ વાત કરી હતી અને હમણાં તાજેતરમાં સંસદના બંને સદનમાં પસાર કરવામાં આવેલા વકફના કાયદા વિશે પણ વાત કરી હતી.તેમણે કહ્યું હતું કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારત વિશ્વ ગુરુ બનવા પ્રયાણ કરી રહ્યું છે અને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત વિશ્વની સૌથી વધારે તાકાત ધરાવતો દેશ બની જશે એમાં શંકાને કોઈ સ્થાન નથી .ઉપરોક્ત પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ ,  મહામંત્રીશ્રી કાળુભાઈ ભીમનાથ , સુરત શહેરના માજી મેયર શ્રી ફકીરભાઈ ચૌહાણ  , સુરત સંગઠનના હોદ્દેદારશ્રીઓ , નગરસેવકશ્રીઓ , પૂર્વ સૈનિકો , આગેવાન નેતાશ્રીઓ તથા મોટા પ્રમાણમાં કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા .

   (શૈલેશ શુક્લ મીડિયા કન્વીનર સુરત મહાનગર)

==========================================

Post a Comment

0 Comments