( સુરત શહેર માનદ પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી)
[ લોકતક સમાચાર ન્યૂઝ નેટવર્ક ]
⭕ સુરત / ઉધના (લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી) તારીખ:- ૧૬ મે શુક્રવાર :- સુરત શહેરના ઉધના ખાતે રાખવામા આવેલ પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલકરની ૩૦૦મી જન્મજયંતિ નિમિત્તે સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી ધ્વારા પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં તથા વકતા તરીકે સુરત શહેરના પૂર્વ મેયર શ્રીમતી હેમાલીબેન બોધાવાલાની વિશેષ ઉપસ્થિતિમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવન ઉધના ખાતે કાર્યશાળા યોજાઈ હતી, જેમાં પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ એ સ્વાગત પ્રવચન કર્યું હતું તેમજ શહેરમાં યોજાયેલ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતાં તેમનો આભાર વ્યક્ત કર્યો હતો
બાદમાં મુખ્ય વક્તાશ્રી હેમાલી બેન બોઘાવાલાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે.અહલ્યા બાઈ શિવજીના ભક્ત હતા.અને નિયમિત પૂજા, અર્ચના કરીને આરાધના કરતા હતા. અને લોક સેવા કરતા હતા. તેમણે પોતાના વક્તવ્ય માં કહ્યું હતું કે “બાઈ” એ સન્માન વાચક શબ્દ છે. અહલ્યા બાઈ રાષ્ટ્ર સેવા વિકાસ અને વિશ્વાસને સાથે ચાલીને જંગ જીતી શક્યા હતા. મુગલ શાસન દરમિયાન ધાર્મિક સ્થાનો અને મંદિરોને તોડવામાં આવ્યાં હતાં જેમનું તેમના દ્વારા પુન:નિર્માણ કરવામાં આવ્યું હતું તેમના થકી જ્યાં લોકો મોટા ટોળા માં ભેગા થતા અને વિકાસની વાતો કરતાં હતા ત્યાં વાવ અને કુવા બનાવ્યા હતા પતી,પુત્ર,સસરા ને ગુમાવ્યાં પછી પણ હિમ્મત થી રાજ ચલાવ્યું અનેક કામો કર્યા હતા. ટેક્ષ પ્રથા વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેમના જમાના માં ભીલ લોકો ને લૂંટતા હતા ત્યારે અહલ્યા બાઈ ભીલો ને ત્યાં જઈ તેમને સમજાવ્યા કે પ્રજાને મારીને લૂંટીને તમને શું મળે છે? ત્યારે તેમની આજીવિકા અને જીવન નિર્વાહ ચાલવા માટે 300 વર્ષ પહેલા ભીલ ટેક્સ ની શુરુઆત કરી હતી. ગાયના વાછરડા ને મારવા બદલ પોતાના પુત્ર ને પણ સજા આપીને એક દ્રષ્ટાંત આપ્યું હતું.વધુમાં નારી સશક્તિ કરણ માટે તેમણે મહેશ્વરી સાડી 300 વર્ષ પહેલા બનાવડાવી હતી
અહલ્યા બાઈ ના જીવન ચરિત્ર વિશે માહિતી આપવા બદલ આ વાતો લોકો ને ખબર પડે તે આશય થી અહલ્યા બાઈ ની જન્મ જયંતી નિમિત્તે તારીખ ૨૧/૫ થી ૩૧/૫ સુધી વિવિધ કાર્યક્રમો થકી ઉજવવામાં આવશે.. આ કાર્યશાળાનું સંચાલન સંયોજક શ્રી એવા મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ જી એ કર્યું હતું. જયારે અંતમાં કાર્યક્રમ ના સહ સંયોજકશ્રીમતી શીલાબેન તારપરા એ આભાર વિધી કરી હતી. કાર્યશાળામાં શહેર ના હોદેદારો, તમામ મંડલના પ્રમુખ તથા તમામ મોર્ચા ના પ્રમુખ અને મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા...
શૈલેશ શુક્લ (મીડિયા કન્વીનર સુરત મહાનગર )
========================================



