⭕ *શ્રી બૃહદ ધંધુકા તાલુકા પટેલ પ્રગતિ મંડળ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું...*🔘




( સુરત શહેર માનદ પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી)

           [ લોકતક સમાચાર ન્યૂઝ નેટવર્ક ]

⭕ સુરત / સુરત (લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી) તારીખ:- ૨૬ મે સોમવાર :- શ્રી બૃહદ ધંધુકા તાલુકા પટેલ પ્રગતિ મંડળ દ્વારા તારીખ 25 મે ને રવિવારના રોજ ભારતીય સેનાના "ઓપરેશન સિંદૂર"ના સમર્થનમાં ભારતીય સેનાને સલામી આપવા તથા વીર જવાનોના હોસલાને વધુ બુલંદ બનાવવા ના આશય સાથે સમગ્ર ધંધુકા તાલુકાના બાળકો વડીલો યુવાનો ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ વગેરે ખૂબ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા નાના નાના બાળકોએ સૈનિકોના પોશાકમાં અને દીકરીઓ એ ભારતમાતાના પોશાકમાં આ તિરંગા યાત્રામાં જોડાઈ હતી.



          આ યાત્રા કંથારીયા હનુમાનજી મહારાજના આશીર્વાદ લઈને શરૂ કરવામાં આવી હતી અને ડભોલી ચાર રસ્તા ખાતે સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય સંતોના આશીર્વાદ સાથે આ તિરંગા યાત્રાનું સમાપન થયું હતું  સુરત શહેર ખાતે  સામાજિક સંસ્થા દ્વારા તિરંગા યાત્રા કાઢવાનો આ પ્રથમ પ્રસંગ હતો જેના માટે શ્રી બૃહદ ધંધુકા તાલુકા પટેલ પ્રગતિ મંડળ દ્વારા એક સુંદર ઉદાહરણ પૂરું પાડેલ છે...

=========================================

Post a Comment

0 Comments