( સુરત શહેર માનદ પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી)
[ લોકતક સમાચાર ન્યૂઝ નેટવર્ક ]
⭕ સુરત / ઉધના (લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી) તારીખ:- ૦૪ જુન બુઘવાર :- સુરત શહેર ના ઉધના ખાતે આવેલ કાર્યાલય મા સુરત શહેર પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલે તેમના પ્રારંભિક ઉદબોધનમાં મોદી સરકાર દ્વારા છેલ્લા ૧૧ વર્ષમાં બહુ જન હિતાય અને બહુ જન સુખાય માટે કરાયેલી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો .તેમણે વિશેષ કરીને છેલ્લા ૧૧ વર્ષમાં જે વિકાસ થયો છે તેની વાત કરી હતી અને ઓપરેશન સિંદુર દરમ્યાન કેવી રીતે બ્રહમોસ મિસાઈલનો અચૂક ઉપયોગ કરવામાં આવ્યો તેની પણ વાત કરી હતી . કાર્યશાળાના મુખ્ય વક્તા શ્રી મારૂતિસિંહ અટોદરિયાજી દ્વારા મોદી સરકાર દ્વારા બહુજન હિતાય અને બહુજન સુખાય માટે કરવામાં આવેલી યોજનાઓ અને કામોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી .સૌપ્રથમ તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે માનનીય પ્રધાનમંત્રી અને વિશ્વ નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ ભારત દેશની પ્રતિષ્ઠા સમગ્ર વિશ્વમાં શિખર ઉપર પહોંચી છે .તેમણે ઓપરેશન સિંદુરનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે આદરણીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં ભારતીય સેના દ્વારા અપ્રિતમ સાહસ અને શૌર્યનો પરિચય આપતા કેવી રીતે કોઈ પણ સામાન્ય નાગરિકોને હાનિ પહોંચાડ્યા વગર આતંકીઓને અને તેમના આકાઓને કલ્પનાથી પણ પરે સજા આપી હતી અને તેમના નવ જેટલા બેઝ નાશ કર્યા હતા અને આતંકીઓનો ખાતમો કર્યો હતો .
તેમણે જુદી જુદી યોજનાનો ઉલ્લેખ કરતાં વૃક્ષારોપણ યોજના , પર્યાવરણ લક્ષી યોજનાનો , જળસંચય યોજનાઓ , વય વંદના યોજના , આયુષ્યમાન કાર્ડ યોજના તથા વિવિધ યોજનાઓ વિશે જણાવ્યું હતું .આ સાથે તેમણે આવનારા દિવસોમાં પાર્ટી દ્વારા યોજવામાં આવનાર વિવિધ કાર્યક્રમો વિશે પણ માહિતી આપી હતી . સાથે તેમણે વિકસિત ભારત સંકલ્પ સભાના ઉપલક્ષમાં કરવામાં આવનાર કામોનો પણ ઉલ્લેખ કર્યો હતો .ઉપરોક્ત કાર્યક્રમમાં સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી , સુરત શહેર ભાજપ મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ , શ્રી કાળુભાઈ ભીમનાથ , ગુજરાત પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી શ્રીમતી સીમાબેન મોહિલે , સુરત શહેરના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરાજી , સુરત શહેરના ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્ર પાટીલ તથા વિવિધ અપેક્ષિત આગેવાનશ્રીઓ હાજર રહ્યા હતા
શૈલેશ શુક્લ (મીડિયા કન્વીનર સુરત મહાનગર)
===========================================




