⭕ *બિહારમાં કોંગ્રેસ અને આરજેડી ના જાહેર મંચ પરથી કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના સ્વર્ગીય માતૃશ્રી પર અભદ્ર અને અશોભનીય ટિપ્પણીના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી...સુરત મહાનગર મહિલા મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના પ્રમુખ શ્રી પરેશ પટેલ અને સુરત મહાનગરના મેયર શ્રી દક્ષેશ માવાણી ની ઉપસ્થિતિમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન...*🔘




( સુરત શહેર માનદ પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી )

           [ લોકતક સમાચાર ન્યૂઝ નેટવર્ક ]

⭕ સુરત / ઉધના (લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી ) તારીખ:- ૦૮ સપ્ટેમ્બર સોમવાર :- સુરત શહેર ની ખાસ બાતમી...કોંગ્રેસે ફરી એક વખત પોતાની વિકૃત અને હલકી માનસિકતા છતી કરતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના સ્વર્ગીય માતૃશ્રી પર અભદ્ર અને અશોભનીય  ટિપ્પણી કરી હતી .જેના વિરોધમાં આજે ઇચ્છાનાથ મહાદેવ મંદિર પાસે, અઠવાલાઈન્સ ખાતે ભારતીય જનતા પાર્ટી - સુરત મહાનગર મહિલા મોરચા દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કલેકટરશ્રીને  આવેદન પત્ર આપવામાં આવ્યું હતું .ભારતીય જનતા પાર્ટી -- સુરત મહાનગર  મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતી શીલાબેન તારપરાએ જણાવ્યું કે ‘માતા’ નું ઈશ્વર સમાન સ્થાન છે. ‘માતૃદેવો ભવ’, એટલે કે માતા એ જ દેવી છે.... પરંતુ દુર્ભાગ્યની વાત છે કે આજે રાજકારણની અંધ સ્પર્ધામાં કોંગ્રેસ આ મૂલ્યને ભૂલી છે. આપણા આદરણીય  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વર્ગસ્થ માતા વિશે જાહેરમાં અભદ્ર અને અશોભનીય ટિપ્પણીઓ બદલ રાહુલ ગાંધી સહિત સમગ્ર કોંગ્રેસ પાર્ટી માફી માંગે . ભારતીય જનતા પાર્ટી -- સુરત મહાનગરના પ્રમુખ શ્રી પરેશ પટેલે જણાવ્યું હતું કે આ માત્ર મોદીજીના માતાજીનું નહીં પરંતુ સમગ્ર ભારતની માતાઓનું અપમાન છે. આ ઘટના આપણા સામાજિક મૂલ્યો, સંસ્કારો અને માનવીય સંવેદનાઓની હત્યા સમાન છે. રાજકારણ માટે અસહમતિ હોઈ શકે, નીતિઓ અંગે ચર્ચા થઈ શકે, પરંતુ માતા-પિતાને અપમાન કરવાનો કોઈને અધિકાર નથી અને આ ઘટનાની કડક નિંદા કરું છું . સુરત મહાનગરના મેયર શ્રી દક્ષેશ માવાણી એ કોંગ્રેસ દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના સ્વર્ગીય માતૃશ્રી પર અભદ્ર અને અશોભનીય  ટિપ્પણીના વિરોધમાં કહ્યું હતું કે માતા-પિતા આપણા જીવનની સાચી પ્રેરણા છે અને તેમનું અપમાન કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી.ઉપરોક્ત પ્રસંગે ભારતીય જનતા પાર્ટી -- સુરત મહાનગર મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ , ઉપપ્રમુખ શ્રી પંકજ દેસાઈ , સુરત મહાનગરપાલિકાના શાસક પક્ષ નેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી સહિત મોટી સંખ્યામાં મહિલા કોર્પોરેટર અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા .

( કલ્પેશ મેહતા મીડિયા કો કન્વીનર ભારતીય જનતા પાર્ટી - સુરત મહાનગર )

=========================================

========================================
========================================
=========================================
=======================================


Post a Comment

0 Comments