( સુરત શહેર માનદ પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી )
[ લોકતક સમાચાર ન્યૂઝ નેટવર્ક ]
⭕ સુરત / ઉધના (લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી ) તારીખ:-૨૦ સપ્ટેમ્બર રવિવાર :- સુરત શહેર ની ખાસ ન્યૂઝ સ્થાપન વિધિ ઇન્સ્ટોલેશન ઓફિસર શ્રી લાયન દીપક પખાલે (PDG) દ્વારા કરવામાં આવી. કાર્યક્રમના મુખ્ય અતિથિ લાયન ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રીમતિ મોનાબેન દેસાઈ રહ્યા હતા. આ પ્રસંગે pDG શ્રી પરેશભાઈ પટેલ, રીજન ચેરમેન શ્રી,ઝોન ચેરમેનશ્રી , ડૉ. રવીન્દ્ર પાટીલ (પૂર્વ રીજન ચેરમેન), ડૉ. મંગલા પાટીલ, લાયન શ્રી મહેન્દ્રભાઈ પ્રજાપતિ તથા ડૉ. યશસ્વી પ્રજાપતિ સહિત અનેક અગત્યના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.મુખ્ય અતિથિએ પોતાના આશીર્વચન પાઠવતા જણાવ્યું કે: “લાયન્સ ક્લબ સમાજસેવાના અવિરત કાર્ય માટે જાણીતી છે. ડૉ. નિખિલ રવીન્દ્ર પાટીલ જેવા યુવા નેતા પ્રમુખ બનતા ક્લબ નિશ્ચિતપણે નવી ઉંચાઈઓ સર કરશે.”પ્રમુખ પદ સંભાળ્યા બાદ ડૉ. નિખિલ રવીન્દ્ર પાટીલએ સૌ સભ્યો તથા અતિથિઓ પ્રત્યે આભાર વ્યક્ત કરતા કહ્યું:
“લાયન્સ ક્લબ એ એક એવો પરિવાર છે જ્યાં સમાજસેવા જ મુખ્ય ધ્યેય છે. આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ તથા માનવતાના કાર્યો માટે અમે આગામી સમયમાં વધુ પ્રોજેક્ટ્સ હાથ ધરવાના છીએ. લિંબાયત SEZ વિસ્તારના લોકો માટે સતત કાર્ય કરવાનું મારું સંકલ્પ છે.”કાર્યક્રમમાં હાજર રહેલા તમામ મહેમાનો તથા લાયન્સ સભ્યોએ નવા અધ્યક્ષને શુભેચ્છા પાઠવી અને “We Serve” ના સૂત્ર સાથે સમાજસેવાના સંકલ્પોને પુનઃ વ્યક્ત કર્યા.
=========================================






