⭕ *શહેર ભાજપા કાર્યાલય ખાતે પ્રબુદ્ધ નાગરીક સંમેલન યોજાયુ* *સંવિધાન ગૌરવ...અભિયાનના પ્રદેશ સંયોજક શ્રી જગદીશભાઈ પારેખ એ આપ્યું વિસ્તૃત માર્ગદર્શન...કોંગ્રેસે ડો.આંબેડકરજીને જીવનપર્યન્ત કર્યા છે અપમાનિત : પારેખ...*🔘

 



( સુરત શહેર માનદ પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી )

          [ લોકતક સમાચાર ન્યૂઝ નેટવર્ક ]

⭕ સુરત / ઉધના (લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી ) તારીખ:- ૨૨ બુધવાર જાન્યુઆરી ના રોજ સુરત શહેર ઉધના સ્થિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય ભવન ભાજપા કાર્યાલય ખાતે 22 જાન્યુઆરી બુધવારના રોજ પ્રબુદ્ધ નાગરિક સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું.સંમેલનનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને વંદે માતરમ ગાન સાથે કરવામાં આવ્યો.સંમેલનના પ્રારંભમાં ઉપસ્થિત નાગરિકો અને કાર્યકર્તાઓને આવકારતા શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરાએ આગામી ચૂંટણીમાં ભાજપાને જ્વલંત વિજય પ્રાપ્ત થાય તે માટે આહવાન કર્યું હતું. તેઓએ સ્વર્ગીય નગરસેવક ગેમરભાઈ દેસાઈ અને સ્વર્ગીય નગરસેવક જયેશભાઇ જરીવાલાને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આગામી સમયમાં વોર્ડ ક્રમાંક 18માં યોજાનારી પેટા ચૂંટણીમાં ભવ્ય વિજય એજ સ્વર્ગીય ગેમરભાઈને સાચી શ્રદ્ધાંજલિ આપી કહેવાશે તેમ જણાવી તેઓએ નવનિયુક્ત વોર્ડ પ્રમુખોને આ ચૂંટણીમાં અગત્યની ભૂમિકા ભજવવા જણાવ્યું હતું. વ્યવસ્થાના ભાગરૂપે સંગઠનમાં જવાબદારીઓ બદલાતી હોય છે પણ આપણે સૌ ભાજપના આજીવન કાર્યકર્તાઓ છીએ તે ક્યારેય ન ભૂલવું જોઈ તેમ જણાવ્યું હતું.

            





       સંમેલનના મુખ્ય વક્તા અને  સંવિધાન ગૌરવ અભિયાનના પ્રદેશ સંયોજક શ્રી જગદીશભાઈ પારેખે બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરજીને તેમના જીવન પર્યન્ત કોંગ્રેસ દ્વારા અવારનવાર કરવામાં આવેલ અપમાન અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. જયારે વાસ્તવમાં ડો. આંબેડકરજીને ભાજપાની સરકારે જ સાચું સન્માન આપ્યું છે તે વાત જન જન સુધી ફોનેછે તેવા પ્રયાસો કરવા કાર્યકર્તાઓને જણાવ્યું હતું. શ્રી જગદીશભાઈ પારેખે તત્કાલીન વડાપ્રધાન આદરણીય સ્વર્ગીય શ્રી અટલ બિહારી બાજપાઈજી અને વર્તમાન પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડો. આંબેડકરજીને યથોચિત કરેલા સન્માન અંગે વિગતવાર જાણકારી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શહેર મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલએ કર્યું હતું. આ સંમેલનમાં સંગઠનના પદાધિકારીશ્રીઓ, નગરસેવકશ્રીઓ, મનપાના પદાધિકારીશ્રીઓ, શિક્ષણ સમિતિના સદસ્યશ્રીઓ તેમજ વિવિધ સમુદાયમાંથી પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

શૈલેશ શુક્લ  ( મીડિયા કન્વીનર , સુરત મહાનગર )

=========================================

Post a Comment

0 Comments