⭕ *આગામી 14 એપ્રિલ ડૉ.બાબાસાહેબ આંબેડકર જીની સાર્વજનિક જન્મ જયતી ઉજવણી ભાગરુપે..શહેરના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવા માટે જાહેર આમંત્રણ...*🔘






 ( સુરત શહેર માનદ પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી )

          [ લોકતક સમાચાર ન્યૂઝ નેટવર્ક ]

⭕ સુરત / પાંડેસરા ( લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી ) તારીખ:-૨૮ માર્ચ શુકવાર :- સુરત શહેર ના પ્રેમનગર દરગાહ ભેદવાડ પાંડેસરા ખાતે આવેલ ત્રિરશ્મી મહાબુદ્ધ વિહાર મા રાખવામા આવેલ સાર્વજનિક જન્મ જયતી ઉજવણી નિમિત ભારતીય સંવિધાન રચિયતા, કરોડો શોષીત, પિડીતો અને મહીલાઓના ઉદ્ધારકર્તા, બોધીસત્વ, ભારતરત્ન પરમ પુજય ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની ૧૩૪ મી સાર્વજનિક જન્મ જયંતી ઉજવણી મહોત્સવ સમીતીની એક અગત્યની મિટીંગ સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજ પ્રમુખશ્રી આયુ. રાજેશ સુર્યવંશી ના અધ્યક્ષ સ્થાને તથા ઉત્રાણ ગામ પંચાયતના મા. સરપંચ અને બૌદ્ધસમાજ અગ્રણી આયુ. કાશિનાથ શિરસાઠ, આયુ. નામદેવરાવ ઝાલ્ટે, આયુ. મધુસુદન ગવઈ, આયુ. વિજયભાઈ મૈસુરીયા, આયુ. ભાનુભાઈ ચૌહાન અને અન્ય મહાનુભવોની ઉપસ્થિતીમાં તા.૩૦/૩/૨૦૨૫ રવિવાર સવારે ૧૧.૦૦ કલાકે, સ્થળ : ત્રિરશ્મી મહાબુદ્ધ વિહાર, પ્રેમનગર, દરગાહ, ભેદવાડ, પાંડેસરા, સુરત, ખાતે રાખવામાં આવેલ છે. જેમા આપશ્રી તથા આપશ્રીના વોર્ડના પ્રમુખ કાર્યકરો, આગેવાનો, મહિલાઓ તથા ભિમ સૈનિકો સાથે ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. મિટીંગમાં નિચે મુજબના વિષયો પર ચર્ચા વિચારણા કરવામાં આવશે.

:: विषय ::

૧) ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની ૧૩૪મી જન્મ જયંતી કન્વીનર સમીતીની રચના કરી "ભીમ જયંતિ મહોત્સવ ૧૪ એપ્રિલ ૨૦૨૫'' ધુમધામથી ઉજવવા બાબતે ચર્ચા વિચારણા.

ર) હાલમાં બિહાર ખાતે મહાબોધી મહા વિહાર મુકિત આંદોલન પુરજોશમાં બોધગયા ખાતે ચાલી રહેલ છે, અને બિહાર સરકારે બૌદ્ધ ભિકકુઓની ધરપકડ કરી જે રીતે જોર જુલ્મ શરૂ કરેલ છે. તેના વિરુદ્ધ સુરત ખાતે જનઆંદોલન શરૂ કરવા બાબતે ચર્ચા વિચારણા.

૩) રીંગરોડ માન દરવાજા સ્થિત ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવનની દુર્દશા સંદર્ભ સુરત મહાનગર પાલીકા શાસકોની ભેદભાવ નિતીને વખોડી “ભવન એસી'' બને માટે ચર્ચા વિચારણા.

૪) ભારતીય બૌદ્ધ મહાસભા, (ફાઉન્ડર ડૉ. બાબાસાહેબ આંબેડકર) સુરત દ્વારા સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજ ૧૭ મો સમુહ મંગલ પરિણય મહોત્સવ ૨૦૨૫ યોજવા બાબતે ચર્ચા વિચારણા.

૫) સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજમાં યુવાનોને પણ મહત્વ મળે માટે સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજ દ્વારા યુવાઓને રાજકીય, સામાજીક, ધાર્મિક, આર્થિક અને શૈક્ષણીક ક્ષેત્રે કાર્યરત કરવા સંદર્ભે ચર્ચા વિચારણા.

૬) ભીમજયોત બુદ્ધ વિહાર, ભટાર ખાતે થાઈલેન્ડથી આવેલ તથાગત ભગવાન ગૌતમ બુદ્ધની પ્રતિમા ઉદ્ઘાટન બાબતે ચર્ચા વિચારણા

૭) અધ્યક્ષ સ્થાનેથી ઉપસ્થિત વિષયો ઉપર ચર્ચા વિચારણા.

=========================================

Post a Comment

0 Comments