( સુરત શહેર માનદ પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી )
[ લોકતક સમાચાર ન્યૂઝ નેટવર્ક ]
⭕ સુરત / સચિન (લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી ) તારીખ:- ૧૮ માર્ચ મંગળવાર :- સુરત શહેર બહુમાળી બિલ્ડીંગ ખાતે આવેલ સુરત જિલ્લા હોમગાર્ડ કચેરીના હદદ વિસ્તારમા સમાવેશ સુરત શહેરના સચિન હોમગાર્ડ યુનિટ માં માનદ સેવા આપતા શ્રી પ્રકાશકુમાર દ્વારકાપ્રસાદ મૌર્ય જેવો 2006 માં હોમગાર્ડઝ દળમાં હોમગાર્ડઝ સભ્ય તરીકે જોડાયા જોઓએ દરેક ફરજ બંદોબસ્તમાં તથા નિયમિત રાત્રી ફરજો બજાવી છે સુરતમાં 2006 માં રેલ આવી ત્યારે પણ ફરજ બજાવી છે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બંદોબસ્ત ફરજ બજાવી છે રાજ્યકક્ષાની સેરિમોનિયમ પરેડમાં પણ ભાગ લીધેલ છે અને માનદ ઇન્સ્ટેક્ટર તરીકેની સેવાઓ આપે છે જેમાં પ્રજાસત્તાક 2023 ના રોજ લાંબી /પ્રશંસનીય/ વિશિષ્ટ સેવા બદલ માન. મુખ્યમંત્રી મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે ને સુરત શહેર પોલીસ અનીશ સંસ્થા દ્વારા બેસ્ટ કાર્ય માટે કર્મભૂષણ પુરસ્કાર 2024 થી સન્માનિત કરવામાં આવ્યા છે દળમાં માનદ રેંકો ની જિલ્લા કક્ષાએ પરીક્ષાઓ લેવામાં આવે છે જેમાં શ્રી પ્રકાશકુમાર મૌર્ય દ્વારા ASL,SL,PS,CQM,CSM પરીક્ષા પાસ કરીને રેંકો આપવામાં આવી હતી જે પછી 2024 માં રાજ્યકક્ષાની ખાતાકીય પ્લાટુન કમાન્ડર ની પરીક્ષા પાસ કરી જેનું પરિણામ આવતા જિલ્લા હોમગાર્ડઝ સુરત શહેરના જિલ્લા કમાન્ડન્ટ શ્રી ડો. પ્રફુલભાઈ શિરોયા અને સચિન યુનિટના ઓફિસર કમાન્ડીંગ શ્રી થોમસ એમ પઠારે સાહેબ ના હસ્તે સચિન હોમગાર્ડઝ યુનિટના કંપની સર્જન્ટ મેજર શ્રી પ્રકાશકુમાર દ્વારકાપ્રસાદ મૌર્ય ને પ્લાટુન કમાન્ડર રેન્ક ધારણ કરાવવામાં આવી જેમાં તમામ એન.સી.ઓઝ/ હોમગાર્ડ સભ્યો અને મિત્રો હાજર રહ્યા હતા હોમગાર્ડઝ ઓફિસરો અને સ્થાનિક પોલીસ સ્ટેશનો દ્વારા અપાતા હુકમોનું ચુસ્ત પણે આજદિન સુધી પાલન કરતા આવ્યા છે ને હાલ ઘણી બધી સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈને તેઓ સામાજિક કાર્યકર્તા તરીકે કાર્ય કરે છે ને સમાજ માં રહી સચિન ની શાળાઓ માં જઈ સ્કુલ ના બાળકોને તાલીમ આપી યુવાઓ માં રાષ્ટ્રભક્તિ દેશભક્તિ જગાડી રહ્યા છે...
==========================================


