⭕ *ભારતીય જનતા પાર્ટીના ૪૬ માં સ્થાપના દિવસના ઉપલક્ષમાં લિંબાયત વિધાનસભામાં "સક્રિય કાર્યકર્તા" સંમેલન યોજાયું...*🔘



( સુરત શહેર માનદ પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી)

         [ લોકતક સમાચાર ન્યૂઝ નેટવર્ક ]

⭕ સુરત / ઉધના(લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી) તારીખ:૧૫ એપ્રિલ મંગળવાર:- સુરત ભાજપ સ્થાપના દિવસ અંતર્ગત 13 એપ્રિલને રવિવારના રોજ લીંબાયાત વિધાનસભામાં  “સક્રિય કાર્યકર્તા" સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.મુખ્ય વક્તા ગુજરાત પ્રદેશ મંત્રી તથા સુરત ભાજપા પ્રભારી શ્રીમતી શીતલ બેન સોની  દ્વારા તેમના ઉદબોધનમાં કહ્યું હતું કે શા માટે જનસંઘની સ્થાપના કરવામાં આવી તે જણાવતા કહ્યું હતું કે કોંગ્રેસની મૂળભૂત રીતે જ મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ રહી છે અને તેની સામે સ્વ.શ્રી પંડિત દીનદયાળજી દ્વારા જનસંઘની સ્થાપના કરવામાં આવી હતી અને આગળ જતા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ભીષ્મ પિતામહ તેવા આદરણીય શ્રી અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી .તેમણે ત્યારથી લઈને આજ સુધીનો ઈતિહાસ જણાવતા જનસંઘથી લઈને ભારતીય જનતા પાર્ટી ની સ્થાપના સુધીમાં આજ દિવસ સુધી અસંખ્ય ઘડવૈયાઓનો સિંહ ફાળો અને બલિદાન રહ્યું છે જે ક્ષણો તાજી કરી હતી અને અનેકવિધ યાદગાર કિસ્સાઓ કહ્યા હતા . 


આ પ્રસંગે તેઓએ કટોકટીને યાદ કરી હતી અને તેના અનુભવો પણ કહ્યા હતા .સાથે તેમણે આજના વિશ્વના સર્વાધિક લોકપ્રિય અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીના નેતૃત્વમાં ભારત કેવી રીતે વિશ્વ ગુરુ બનવા ભણી પ્રયાણ કરી રહ્યું છે અને સમગ્ર વિશ્વમાં ભારત દેશની ખ્યાતિ વધી છે તે જણાવ્યું હતું.ભારતીય જનતા પાર્ટી સુરત શહેર પ્રમુખ પરેશ ભાઈ પટેલ દ્વારા તેમના પ્રાસંગિક ઉદબોધનમાં સહુ પ્રથમ પાયાના કાર્યકર્તાઓને બિરદાવવામાં  આવ્યા હતા અને નવ નિયુક્ત થયેલા વોર્ડ ના પદાધિકારી ને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં ત્યારબાદ ભાજપાના શાસનમાં સુરત શહેર અવિરત પ્રગતિ કરી રહ્યું છે અને વિવિધ પ્રકલ્પો દ્વારા દેશમાં માઇલ સ્ટોન સમાન કાર્ય કરી રહ્યું છે તે અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી

     મેયર શ્રી દક્ષેશ માવાણી એ સુરતના વિકાસમાં ભાજપની ભૂમિકા અને ખાસ કરીને લિંબાયતના સર્વાંગી વિકાસ માટે વિધાયિકા શ્રીમતી સંગીતાબેન પાટીલના કાર્યોની પ્રશંસા કરી હતી.

        



ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ ભાજપના સ્થાપના દિવસ પર ઉજાસ પાડતાં, પોતાના વિસ્તારમાં કાર્યરત કાર્યકરોને દેવતુલ્ય ગણાવ્યાં અને તેમનું હ્રદયપૂર્વક સમ્માન કર્યું.આ સાથે આજે જાહેર કરાયેલા લિંબાયત વિધાનસભા વિસ્તારમાં આવતા તમામ વોર્ડોના નવા નિયુક્ત પદાધિકારીઓનું પણ ભવ્ય સન્માન કરવામાં આવ્યું 

           આ પ્રસંગે ભાજપના અનેક આગેવાનો, કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી, અને સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવાયો હતો.ઉપરોક્ત પ્રસંગે શહેર ભાજપ મહામંત્રીશ્રીઓ , સુરત સંગઠનના હોદ્દેદારશ્રીઓ , નગરસેવકશ્રીઓ , આગેવાન નેતાશ્રીઓ તથા મોટા પ્રમાણમાં કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(શૈલેશ શુક્લ : મીડિયા કન્વીનર સુરત મહાનગર)

========================================

Post a Comment

0 Comments