( સુરત શહેર માનદ પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી)
[ લોકતક સમાચાર ન્યૂઝ નેટવર્ક ]
⭕ સુરત / ઉધના(લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી) તારીખ:૧૫ એપ્રિલ મંગળવાર:- સુરત શહેર તારીખ ૧૪ એપ્રિલ સોમવારના દિવસે ભારત દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની ૧૩૪ મી જન્મ જયંતી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા તેની ખૂબ જ હર્ષલાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.ડો . બાબાસાહેબ આંબેડકરજીની મૂર્તિને માલ્યાર્પણ કરવામાં આવ્યું હતું , બાદમાં ભાજપ સુરત શહેર પ્રમુખ શ્રી પરેશ પટેલ દ્વારા સંવિધાન પ્રસ્તાવનું વાંચન કરી ત્યાં ઉપસ્થિત સહુને સંકલ્પ અપાવ્યો હતો..
ત્યાર બાદ કેવી રીતે કોંગ્રેસ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકર નું અપમાન કરવામાં આવ્યું હતું અને કેવી રીતે ભાજપ દ્વારા તેમને ગૌરવ આપવામાં આવ્યું છે તે વિશે પણ જાણકારી આપી હતી..ઉપરોક્ત પ્રસંગે સુરત શહેર ભાજપ સંગઠનના મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ , શ્રી કાળુભાઈ ભીમનાથ , સુરત શહેરના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ , સુરત શહેર મેયર દક્ષેશ માવાની , ધારાસભ્ય શ્રી પુર્ણેશભાઈ મોદી , શ્રી મનુભાઈ પટેલ , પૂર્વ ધારાસભ્ય શ્રી વિવેકભાઈ પટેલ , ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્ર પાટીલ , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજન પટેલ , શાસક પક્ષ નેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી , સુરત ભાજપા સંગઠનનાં અન્ય હોદ્દેદારશ્રીઓ , નગરસેવકશ્રીઓ , સુરત એસ સી મોરચાના પ્રમુખ શ્રી હેમંત ભગત સહિત કાર્યકર્તાશ્રીઓ , શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.
( શૈલેશ શુક્લ :- મીડિયા કન્વીનર સુરત મહાનગર )
========================================




