⭕ *સાંસ્કૃતિક રક્ષા સમિતી દ્વારા પહલગામ હુમલામા ક્રુરતાપૂર્વક હત્યા કરવામા આવેલ નાગરિકોને...યુવાઓ એ હાથમા કેન્ડલ અને દીપ રાખી શાંતિમય રિતે મૌન રેલી કાઢી શ્રદ્ધાંજલિ આપી...*🔘




( સુરત શહેર માનદ પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી)

          [ લોકતક સમાચાર ન્યૂઝ નેટવર્ક ]

⭕ સુરત / ઉધના(લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી) તારીખ:- ૨૪ એપ્રિલ ગુરુવાર :- સુરત શહેર ના ઉધના વિસ્તાર આવેલ સાસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા ગત રોજ તારીખ ૨૩ એપ્રીલ ના રોજ પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કાશ્મીરના પહલગામ માં ભારતીય પ્રવાસીઓ પર કરેલ હુમલામાં ૨૮ થી વધુ નાગરિકોની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવેલ, તેવા મૃતકોની આત્માને શાંતિ આપવા હેતુ સુરત શહેર ના ઉધના ખાતે કાઢવામા આવેલ મૌન રેલી કરી, હાથમાં દીપ રાખી, અને પુષ્પ અર્પણ કરી તમામ મૃતકોને  શ્રધાંજલિ પાઠવેલ.સાથે મૌન રેલી ઉધના વિસ્તાર મા આવેલ સાંઈ સમર્પણ સોસાયટી નજીક સ્વામી વિવેકાનંદ ચોક થી લઈ  વેલકમ પાન સેન્ટર નજીકના કન્યા સુરક્ષા સર્કલ સુધી રાખેલ. આ મૌન રેલી માં ૫૦૦ થી વધુ યુવક યુવતીઓ શાતિમય મૌન રૈલીમા જોડાયા હતા. 



યુવાઓએ હાથમાં કેન્ડલ અને દીપ સાથે રાખી શાંતિમય રીતે શ્રધાંજલિ અર્પણ કરેલી. આ સાથે સંસ્થાના અધ્યક્ષ આશિષ સુર્યવંશી એ જણાવ્યું હતું કે, જે પ્રકારે ભારત સરકારે પુલવામા હુમલાનો બદલો તેઓના ઘરમાં ઘૂસીને ખાત્મો કરેલ તેવી જ રીતે આ વખતે પહલગામનો બદલો POK નો કબજો મેળવી, સામી છાતીએ પાકિસ્તાનના કરાચી ઉપર હુમલો કરી આખા વિશ્વમાં હિન્દુસ્તાનની તાકાત બતાવવા સરકાર સમક્ષ માંગ કરી હતી. યુવાનોમાં આક્રોશ હોવાથી કાર્યક્રમના અંતે પાકિસ્તાનના ઝંડાને સળગાવી, પાકિસ્તાન અને આંતકવાદ મુર્દાબાદના નારા લગાવી વિરોધ પ્રદશન કરેલ...

*આશિષ સુર્યવંશી સાંસ્કૃતિક રક્ષા સમિતિ-અધ્યક્ષ*

*મો. 8000734343*

========================================

Post a Comment

0 Comments