( સુરત શહેર માનદ પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી)
[ લોકતક સમાચાર ન્યૂઝ નેટવર્ક ]
⭕ સુરત /ઉધના(લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી ) તારીખ:- ૧૦ એપ્રિલ ગુરુવાર :- સુરત ગત તારીખ ૦૬ એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીના ૪૬ મો સ્થાપના દિવસના ઉપલક્ષમાં સુરત શહેરના ઉધના,સુરત ઉત્તર, મજુરા,કતારગામ, અને કંરજ પાચ વિધાનસભાઓમાં " સક્રિય કાર્યકર્તા " સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે .તે પૈકી તારીખ ૦૯ એપ્રિલના રોજ મજુરા વિધાનસભામાં સક્રિય કાર્યકર્તા" સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય વક્તા ગુજરાત પ્રદેશના પૂર્વ મહામંત્રી શ્રી ભરત સિંહ પરમાર દ્વારા તેમના ઉદબોધનમાં શા માટે જનસંઘની સ્થાપના કરવામાં આવી તે જણાવતા કહ્યું હતું કે કોંગ્રેસની મૂળભૂત રીતે જ મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ રહી છે અને તેની સામે આદરણીય શ્રી પંડિત દીનદયાળજી દ્વારા જનસંઘની સ્થાપના કરવામાં આવી હતી અને આગળ જતા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ભીષ્મ પિતામહ તેવા આદરણીય શ્રી અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી . તેમણે ત્યારથી લઈને આજ સુધીનો ઈતિહાસ જણાવતા જનસંઘથી લઈને ભારતીય જનતા પાર્ટી ની સ્થાપના સુધીમાં આજ દિવસ સુધી અસંખ્ય ઘડવૈયાઓનો સિંહ ફાળો અને બલિદાન રહ્યું છે જે ક્ષણો તાજી કરી હતી અને અનેકવિધ યાદગાર કિસ્સાઓ કહ્યા હતા . આ પ્રસંગે તેઓએ કટોકટીને યાદ કરી હતી અને તેના અનુભવો પણ કહ્યા હતા .સાથે તેમણે આજના વિશ્વના સર્વાધિક લોકપ્રિય અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીના નેતૃત્વમાં ભારત કેવી રીતે વિશ્વ ગુરુ બનવા ભણી પ્રયાણ કરી રહ્યું છે અને સમગ્ર વિશ્વમાં ભારત દેશની ખ્યાતિ વધી છે તે જણાવ્યું હતું . સાથે ભારતીય જનતા પાર્ટી - ગુજરાત પ્રદેશ પ્રમુખ અને હાલ ભારત સરકારમાં જળ સંશાધન મંત્રી માનનીય શ્રી સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં કેવી રીતે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક સફળતા મેળવી છે તે પણ જણાવ્યું હતું .ઉપરોક્ત પ્રસંગે જેમની ખાસ ઉપસ્થિતિ હતી તેવા ભારતીય જનતા પાર્ટી - ગુજરાત પ્રદેશ પ્રમુખ અને હાલ ભારત સરકારમાં જળ સંશાધન મંત્રી માનનીય શ્રી સી આર પાટીલ સાહેબ દ્વારા તેમના પ્રાસંગિક ઉદબોધનમાં સહુ પ્રથમ પાયાના કાર્યકર્તાઓને બિરદાવવામાં આવ્યા હતા .તેઓએ આગળ જણાવ્યું કે સત્તાના માધ્યમથી લોકોની સેવા કરવી તેવા સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટી સમગ્ર ભારત વર્ષમાં સફળતા મેળવી રહી છે.
તેઓએ જણાવ્યું કે સર્વ પ્રથમ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી અને છેલ્લા અગિયાર વર્ષથી પ્રધાનમંત્રી તરીકે જે વિશ્વાસ શ્રી નરેન્દ્રભાઈ દ્વારા લોકોમાં પેદા કરવામાં આવ્યો છે તેનું આ ફળ છે . તેઓએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મેળવી શકે છે અને જાળવી પણ શકે છે .કોંગ્રેસ પાર્ટી પર ચાબખા મારતા તેમણે જણાવ્યું કે જેઓ ભારતીય જનતા પાર્ટી માટે કહેતા હતા કે આ પાર્ટી એક સ્કૂટર પર આવી જાય છે અને એક સમયે જેમની પાસે ૪૦૦ થી અધિક સાંસદ હતા તેઓ માત્ર ૪૪ પર આવી ગયા હતા કે જે માત્ર એક બસમાં આવી જાય . ગુજરાત રાજ્યમાં મળેલી અભૂતપૂર્વ સફળતાનો શ્રેય તેમણે આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈની સ્ટ્રેટેજીને આપ્યો હતો અને સાથે તેમણે કહ્યું કે આ સફળતા પ્રદેશ પ્રમુખ તરીકે મારી નહીં પણ આપ સહુ કાર્યકર્તાઓની છે કે જેમના વગર આ શક્ય જ ના થઈ શક્યું હોત .આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વડપણ હેઠળની સરકારના તમામ કામો તેમણે ગણાવ્યા હતા .તેમણે વિશેષમાં કહ્યું કે સમાજના દરેક વર્ગ યુવા , મહિલા , ખેડૂત , વિધાર્થી ,સૈનિકો , નાના નાના દુકાનદારોથી લઈ મોટા ઉદ્યોગપતિ અને વિવિધ વર્ગો માટે અસંખ્ય યોજના બનાવી છે .તેમણે ઉજ્વલા યોજના , શૌચાલય યોજના , જનધન યોજના , મુદ્રા યોજના , આયુષ્યમાન યોજના , સુકન્યા સમૃદ્ધિ યોજનાઓનો તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો .અંતમાં તેમણે હાલ ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા કોંગ્રેસ મહાધિવેશનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે જેમણે કયારે પણ સરદાર વલ્લભભાઈ પટેલને માન સન્માન નથી આપ્યું તેઓ આજે સરદાર વલ્લભાઈ પટેલને પોતાના નેતા કહેતા થાકતા નથી , જેમને ચાલીશ ચાલીશ વર્ષ સુધી ભારત રત્નનો એવોર્ડ નહોતો આપ્યો તેમને માત્ર મત માટે પોતાના કહેતા તેઓને શરમ નથી આવતી .કાર્યકર્તાઓને અમૂલ્ય શિખામણ આપતા તેમણે જણાવ્યું કે દરેક કાર્યકર્તાઓએ હંમેશા પોતાના બુથને મજબૂત બનાવવા પ્રયત્ન કરવો જોઈએ , જો બુથ મજબુત હશે તો પાર્ટી મજબુત થશે . જળ સંચય માટે તેમણે કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું અને જે સિદ્ધિઓ જળ સંચાલય મંત્રાલય દ્વારા મેળવવામાં આવી તે વિશે જણાવ્યું હતું .
અલગ અલગ વિધાનસભાઓમાં ધારાસભ્યશ્રીઓ દ્વારા તથા મુખ્ય વક્તાઓ દ્વારા પાર્ટીની 0 થી શરૂ કરી આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકે પ્રસ્થાપિત થવા માટેના પાર્ટીના પૂર્વજોના બલિદાન તેમજ યોગદાન વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક માહિતી આપી હતી તથા શહેર અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ દ્વારા મહાનગરપાલિકામાં થયેલા અવિરત વિકાસના કાર્ય વિશે ખૂબ જ વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી તથા ધારાસભ્યશ્રીઓ દ્વારા ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના શાસન બાદ ગુજરાતે જે ઊંચાઈ હાંસલ કરી અને ગુજરાત મોડલ પ્રસ્થાપિત કર્યું છે તે વિશે ખૂબ જ સુંદર માહિતી પૂરી પાડી હતી ઉપરોક્ત પ્રસંગે શહેર ભાજપ મહામંત્રીશ્રીઓ , સુરત સંગઠનના હોદ્દેદારશ્રીઓ , નગરસેવકશ્રીઓ , આગેવાન નેતાશ્રીઓ તથા મોટા પ્રમાણમાં કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા .
શૈલેશ શુક્લ મિડિયા કન્વિનર સુરત મહાનગર
=========================================






