⭕ *ભારતીય જનતા પાર્ટી - સુરત મહાનગર દ્વારા કારગિલ વિજય દિવસ નિમિતે કારગિલ યુદ્ધમાં વીરગતિ પામેલા શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી નિવૃત સેનાનીઓ નું સન્માન કરાયું...*🔘



 ( સુરત શહેર/જિલ્લા પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી )

          [ લોકતક સમાચાર ન્યૂઝ નેટવર્ક ]

⭕ સુરત / ઉધના (લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી ) તારીખ:- ૨૭ જુલાઈ રવિવાર :- સુરત શહેર દ્વારા ભારતીય જનતા પાર્ટી અને સુરત મહાનગર સંયુક્તરિતે  તારીખ ૨૬ જુલાઈ ૧૯૯૯ માં ભારતના પાકિસ્તાન પર કારગિલ યુદ્ધમાં વિજયના કારણે તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી અટલબિહારી વાજપેયજી દ્વારા આ દિવસને કારગિલ વિજય દિવસ જાહેર કર્યો હતો તેને ભારતીય જનતા પાર્ટી દર વર્ષે કારગિલ વિજય દિવસ તરીકે ઉજવે છે .આ અનુપેક્ષમાં આજ રોજ ભારતીય જનતા પાર્ટી - સુરત મહાનગર દ્વારા કારગિલ વિજય દિવસ નિમિતે કારગિલ ચોક ખાતે કારગિલ યુદ્ધમાં વિરગતિને પ્રાપ્ત થયેલા શહીદ સૈનિકોને શ્રદ્ધા સુમન અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તથા ભારતીય જનતા પાર્ટી - મુખ્ય કાર્યાલય પંડિત દીનદયાળા ભવન ખાતે નિવૃત સેનાનીઓ નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું .


ઉપરોક્ત પ્રસંગે નિવૃત સેનાની શ્રી મનમોહન શર્માજી , શ્રી એન કે દેસાઈ , શ્રી જયંતીભાઈ સહિત મોટી સંખ્યામાં સુરત મહાનગરના નિવૃત સૈનિકો તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી - સુરત મહાનગર અધ્યક્ષ શ્રી પરેશ પટેલ , સુરત મહાનગરના મેયર શ્રી દક્ષેશ માવાણી ,  ભારતીય જનતા પાર્ટી - સુરત મહાનગર  મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ , શ્રી કાળુભાઈ ભીમનાથ ,  ધારાસભ્ય શ્રી પૂર્ણેશ મોદી , સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર  ડો. નરેન્દ્ર પાટીલ , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજન પટેલ , શાસક પક્ષ નેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી , દંડક શ્રી ધર્મેશ વાણીયાવાળા , સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ શ્રી પંકજ દેસાઈ , શ્રી રસિક પટેલ , યુવા મોરચા અધ્યક્ષ શ્રી ભાવિન ટોપીવાલા , મહિલા મોરચા અધ્યક્ષ શ્રીમતી શીલાબેન તારપરા , સુરત મહાનગરના નગરસેવકશ્રીઓ સહિત આગેવાન કાર્યકેતાશ્રીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા .

શૈલેશ શુક્લ (મીડિયા કન્વીનર સુરત મહાનગર)

==========================================

Post a Comment

0 Comments