⭕ *સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા મા રક્તદાન શિબિર નુ આયોજન સંપન્ન...રક્તદાતાઓ ને પ્રોત્સાહિત કરવા સુરત શહેર ના પોલીસ કમિશ્નર શ્રી ગહેલોત સાહેબ ની મુલાકાત...*🔘



( સુરત શહેર/જિલ્લા પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી )

           [ લોકતક સમાચાર ન્યૂઝ નેટવર્ક ]

⭕ સુરત / ઉધના (લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી ) તારીખ:- ૨૯ જુલાઈ મંગળવાર :- સુરત શહેર ખાતે આવેલ ઉધના સ્થિત આવેલ શ્રી માધવ ગૌશાળા ખાતે તા.27-07-2025 ના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ. રકતદાન શિબિરમાં 1034 રક્તયુનિટ(બ્લડ) એકત્રિત થયેલ. સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળાના અધ્યક્ષ આશિષ સુર્યવંશી એ વધુમાં જણાવેલ કે, રકતદાન શિબિરમાં સુરતના પોલીસ કમિશ્નર શ્રી ગહેલોત સાહેબ રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા અને ગૌશાળાની મુલાકાત માટે ઉપસ્થિત રહ્યા હતા. સુરત પોલીસ કમિશ્નર સાહેબે ગૌશાળાના સેવાકીય કાર્યને અને તમામ ગૌસેવકોનું ખરા મનથી સુંદર કાર્ય બદલ આભાર પ્રગટ કરેલ. સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળામાં દિવ્યાંગ બીમાર ગૌસેવકોની સેવા કાર્ય કરવામાં આવે છે જે ગૌશાળા ખાતે 1034 રક્તદાતાઓ દ્વારા રકતદાન કરવામાં આવેલ.



 તમામ રક્તદાતાઓનું તુલસી માતા ના છોડ આપી સ્વાગત કરવામાં આવેલ તેમજ ઉપસ્થિત તમામ મહેમાનોને #No_Drugs અભિયાન હેઠળ વ્યસન મુક્તિ નો સંદેશ આપવામાં આવેલ. તેમજ તમામ રક્તદાતાઓએ શ્રાવણ માસ નિમિત્તે ગૌશાળા ખાતેના સોમેશ્વર મહાદેવ મંદિરમાં શિવજીના દર્શન કર્યા હતા. શહેરના તમામ વિસ્તારથી ગૌશાળા ખાતેના કેમ્પમાં રક્તદાતાઓ તેમજ અનેકો મહિલા રક્તદાતાઓએ રક્તદાન કરેલ.👉🏻સ્થળ - શ્રી માધવ ગૌશાળા, જીત ઇન્ડસ્ટ્રીયલ ની બાજુમાં, ઉધના બમરોલી ખાડી પુલ પાસે, ઉધના, સુરત.સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા સંસ્થાપક શ્રી આશિષ સુર્યવંશી 

મો. 8000734343

=========================================

Post a Comment

0 Comments