⭕ *બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા રાજ્યોગિની દાદી પ્રકાશમણીની ૧૮ મી પુણ્યતિથી ના પાવન અવસર પર રક્તદાન કેમ્પ નુ સફળ આયોજન સંપન્ન...*🔘

 




( સુરત શહેર/જિલ્લા પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી )

          [ લોકતક સમાચાર ન્યૂઝ નેટવર્ક ]

⭕ સુરત / ઉધના (લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી ) તારીખ:- ૨૪ રવિવાર :- સુરત શહેર ની પરવત પાટીયા વિસ્તાર ની ખાસ બાતમી આજ રોજ તારીખ: ૨૪ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ સુરત પરવત પાટિયા ખાતે આવેલ બ્રહ્માકુમારી સેન્ટર મા રાજયોગિની દાદી પ્રકાશમણીજીની 18મી પુણ્યતિથિના પાવન અવસરે વિશ્વ ભાઇચારો દિવસ નિમિત્તે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા સમગ્ર ભારતભરના હજારો કેન્દ્રોમાં વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ રાષ્ટ્રીય સ્તરના અભિયાન અંતર્ગત લાખો યુનિટ રક્ત એકત્રિત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે, જેથી જરૂરિયાતમંદોને સમયસર જીવનદાયી સહાય મળી શકે. આ શ્રેણીમાં સુરતના પરવત પાટિયા બ્રહ્માકુમારી સેન્ટર દ્વારા પણ એક વિશાળ રક્તદાન કેમ્પનું સફળ આયોજન થયું.કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રજ્વલન સાથે થયો, જેનું ઉદ્ઘાટન ડૉ. રવિન્દ્ર પાટીલ (ઉપાધ્યક્ષ – ભારત ભારતી, ગુજરાત પ્રાંત અને ભૂતપૂર્વ ઉપમહાપૌર, સુરત), ડૉ. પ્રફુલ સિરોયા તથા ડૉ. બિપિનભાઈ સુકનંદીજીના કરકમળોથી કરવામાં આવ્યું.



 આ પ્રસંગે બ્રહ્માકુમારી ગીતા બહેન, બ્રહ્માકુમારી રિદ્ધિ બહેન, ડૉ. અર્જુન મહાજન, જ્ઞાનજ્યોત વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી લાલજીભાઈ તથા જ્ઞાનોદય વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી રાજુભાઈ સહિત અનેક પ્રતિષ્ઠિત સમાજસેવકો અને ગણમાન્ય નાગરિકોએ ઉપસ્થિતિ નોંધાવી.કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાઓ, સ્વયંસેવકો, સામાજિક કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું. તમામે આ આયોજનને સમાજસેવા અને માનવતાપ્રત્યેના પોતાના દાયિત્વનું પ્રતિક ગણાવી સક્રિય ભાગ લીધો.

ડૉ. રવિન્દ્ર પાટીલએ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું –

“રક્તદાન મહાદાન છે. દરેક સ્વસ્થ નાગરિકએ સમાજસેવા માટે રક્તદાન અવશ્ય કરવું જોઈએ. એક યુનિટ રક્ત કોઈ જરૂરિયાતમંદનું જીવન બચાવી શકે છે. આવા સેવા કાર્યો માત્ર જીવનદાન જ નહીં, પરંતુ સમાજમાં માનવ મૂલ્યોને મજબૂત કરે છે.”બ્રહ્માકુમારી સંસ્થાની તરફથી જણાવાયું કે સમગ્ર ભારતમાં ચાલી રહેલા આ અભિયાનનો હેતુ માત્ર ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવાનો નથી, પરંતુ સમાજમાં રક્તદાનની સંસ્કૃતિને વ્યાપક રીતે ફેલાવવાનો છે. પરવત પાટિયા સેન્ટરે સંકલ્પ લીધો છે કે સુરત શહેર રક્તદાન ક્ષેત્રે નવી ઓળખ બનાવશે અને યુવાશક્તિને સેવા કાર્યો સાથે જોડતું રહેશે.આ રક્તદાન કેમ્પમાં માત્ર રક્ત એકત્ર કરાયું જ નહીં, પરંતુ હાજર નાગરિકોને રક્તદાનનું મહત્વ, આરોગ્યલાભ તથા નિયમિત સેવા કાર્યોની માહિતી પણ આપવામાં આવી. રક્તદાન કરનાર તમામ દાતાઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા.આ રક્તદાન કેમ્પ માનવ મૂલ્યોને પ્રોત્સાહિત કરવા, સમાજમાં એકતા અને સહકારની ભાવનાને મજબૂત કરવા તથા જરૂરિયાતમંદોના જીવનને બચાવવાનો એક સરાહનીય પ્રયાસ રહ્યો...

=========================================

Post a Comment

0 Comments