( સુરત શહેર માનદ પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી )
[ લોકતક સમાચાર ન્યૂઝ નેટવર્ક ]
⭕ સુરત / ઉધના (લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી ) તારીખ:-૧૭ સપ્ટેમ્બર બુધવાર :- સુરત શહેર ની ખાસ ન્યૂઝ સુરત મહાનગર અને ભારતીય જનતા પાર્ટીઓના સંયુક્તરિતે મોદીજીના જન્મ દિવસ ઉજવણી ભાગ રૂપે કાર્યક્રમો યોજવામા આવ્યા હતા. ઉપરોક્ત ક્રમમાં આદરણીય પ્રધાનમંત્રી અને વિશ્વનેતાા શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે ભારતીય જનતા પાર્ટી - સુરત મહાનગર દ્વારા સુરત મહાનગરના તમામે તમામ ૩૦ વોર્ડમાં મંદિરમાં સવારે શિવ અભિષેક કરવામાં આવ્યો અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું , આ ઉપક્રમે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ભારતીય જનતા પાર્ટી -- ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબના શુભ હસ્તે ઈચ્છાનાથ મહાદેવ મંદિરમાં શિવ અભિષેક કરવામાં આવ્યો અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું .
રક્તદાન કોઈ વ્યક્તિની મહામુલી જિંદગી બચાવી શકે છે તે ધ્યાનમાં રાખી ભારત દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના ૭૫ માં જન્મદિવસના ઉપલક્ષમાં ૧૭ સપ્ટેમ્બરના રોજ ભારતીય જનતા પાર્ટી -- સુરત મહાનગર અને તેરાપંથ યુવક પરિષદ ના સંયુક્ત ઉપક્રમે સુરત મહાનગરમાં ૭૫ જેટલા સ્થળોએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાધાકૃષ્ણ માર્કેટ અને મિલેનિયમ માર્કેટ ખાતે શ્રી સી આર પાટીલ સાહેબની વિશેષ ઉપસ્થિતિ રહી હતી .પ્રધાનમંત્રીશ્રી માટે હંમેશા બાળકોના કુપોષણનો વિષય પ્રમુખ રહ્યો છે જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી - સુરત મહાનગર દ્વારા સુરત મહાનગરમાં કુપોષિત બાળકો માટે ન્યુટ્રીશીયન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જે ઉપક્રમે આદર્શ આંગણવાડી ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ભારતીય જનતા પાર્ટી -- ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબના શુભ હસ્તે ન્યુટ્રીશીયન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું .
કલ્પેશ મેહતા મીડિયા કો કન્વીનર
(ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર)







