⭕ *આદરણીય પ્રધાનમંત્રી અને વિશ્વ નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૭૫ માં જન્મદિનના ઉપલક્ષમાં ભારતીય જનતા પાર્ટી - સુરત મહાનગર દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જીવનની ઝાંખી દર્શાવતી પ્રદર્શની નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે...*🔘

 





( સુરત શહેર માનદ પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી )

         [ લોકતક સમાચાર ન્યૂઝ નેટવર્ક ]

⭕ સુરત / ઉધના (લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી ) તારીખ:-૧૮ સપ્ટેમ્બર ગુરુવાર :- સુરત શહેર મા ખાસ પ્રદર્શન નો શુભારંભ ઉપરોક્ત પ્રદર્શની આર્ટ ગેલેરી , સુરત કિલ્લો , ચોક બઝાર , સુરત ખાતે આયોજિત કરવામાં આવી છે અને તારીખ ૧૮ સપ્ટેમ્બર થી ૨૦ સપ્ટેમ્બર સુધી સુરત મહાનગરના નગરજનો તેનો લાભ લઈ શકશે .ઉપરોક્ત પ્રદર્શની નો શુભારંભ ભારતીય જનતા પાર્ટી - સુરત મહાનગરના મહામંત્રી શ્રી કાળુભાઈ ભીમનાથ ના શુભ હસ્તે કરવામાં આવ્યો હતો . સાથે સેવા પખવાડિયાનાના સહ ઈનચાર્જ શ્રી  શ્રી દિનેશ જોધાની , શ્રી અમિત રાજપૂત ,  શ્રી ભાવિન ટોપીવાલા અને પ્રદર્શનીના કન્વીનર શ્રી શૈલેષભાઈ જરીવાલા ની વિશેષ ઉપસ્થિતિ હતી . 




આ પ્રસંગે સુરત ભાજપના પદાધિકારીશ્રીઓ , કોર્પોરેટરશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા...

         કલ્પેશ મેહતા મીડિયા કો કન્વીનર 

ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર પાલિકા સુરત

=========================================

Post a Comment

0 Comments