( સુરત શહેર માનદ પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી )
[ લોકતક સમાચાર ન્યૂઝ નેટવર્ક ]
⭕ સુરત / ઉધના (લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી ) તારીખ:-૨૬ સપ્ટેમ્બર શુક્રવાર :- સુરત શહેર દ્વારા ખાસ ન્યૂઝ ભારતીય જનસંઘના દ્વિતીય અધ્યક્ષ અને કરોડો દેશવાસીઓના પ્રેરણા સ્તોત્ર આદરણીય પંડિત દિનદયાલ ઉપાધ્યાયજી ની જન્મ જયંતી નિમિત્તે આદરણીય જળ સંસાધન મંત્રી તથા ભારતીય જનતા પાર્ટી -- ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના માર્ગદર્શનમાં અને ભારતીય જનતા પાર્ટી -- સુરત મહાનગરના અધ્યક્ષ શ્રી પરેશ પટેલના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી -- સુરત મહાનગર દ્વારા સુરત મહાનગરના પ્રત્યેક બૂથમાં પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીના ફોટા ઉપર પુષ્પાંજલિ કરી " એક પેડ માં કે નામ " અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું તથા સફાઈ અભિયાન કરવામાં આવ્યું .
ઉપરોક્ત પ્રસંગે ભાજપ સુરત શહેરના પ્રમુખ શ્રી પરેશ પટેલ , મહામંત્રી શ્રી કિશોરભાઇ બિંદલ , શ્રી કાળુભાઈ ભીમનાથ , અન્ય હોદ્દેદારશ્રીઓ , ધારાસભ્યશ્રીઓ , કોર્પોરેટરશ્રીઓ , આગેવાન કાર્યકર્તાશ્રીઓ સહિત મોટા પ્રમાણમાં સુરતીજનો ઉપસ્થિત રહ્યા હતા...
કલ્પેશ મહેતા (ભારતીય જનતા પાર્ટી મીડિયા કો કન્વીનર , સુરત મહાનગર)
===========================================






