(સુરત શહેર/જિલ્લા માનદ પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી)
[ લોકતક સમાચાર ન્યૂઝ નેટવર્ક ]
⭕ સુરત / ઉધના (લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી ) તારીખ:- ૦૪ સપ્ટેમ્બર ગુરુવાર :- સુરત શહેર ની ખાસ બાતમી કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ દ્વારા આજે પત્રકાર પરિષદને સંબોધવામાં આવી હતી .સુધારાયેલા જીએસટી થી ભારતના નાગરિકો તથા નાના દુકાનદારો , મીડિયમ સ્મોલ એન્ટરપ્રાઇઝ અને નિકાસકર્તાઓને જે ફાયદા થયા છે તેની વિગતવાર માહિતી આપી હતી . વિવિધ ક્ષેત્રો પર પડનારી અસર વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે સસ્તી મશીનો તથા બાયોપેસ્ટીસાઇડ થી ખેડૂતોને લાભ થશે , ખાતરના દરો સુધારવાથી સ્થાનિક ઉત્પાદન વધશે , માનવ નિર્મિત ફાઇબર પર યોગ્ય દરથી નિકાસ વધશે , હસ્તકલામાં ઓછા દરોથી કારીગરોની આવક વધારો થશે. દવાઓ અને સાધનો પણ ઓછા દરથી આરોગ્ય સુવિધા સસ્તી બનશે, હેલ્થ જીવન વીમા પોલિસી પર ટેક્સ સંપૂર્ણ નાબૂદ કરવામાં આવ્યો તેથી " સર્વ માટે વીમા " મિશનને બળ મળશે. કન્ઝ્યુમર ગુડ્સ પર ૧૨% ને બદલે ૫ % દરથી અંતિમ ગ્રાહકોને ફાયદો થશે , બટર, ઘી , ડ્રાયનટ્સ , કન્દેસ્ડ મિલ્ક , સોસ , જામv, ફ્રૂટ જેલી , દૂધવાળા પીણા પર ૧૮% અને ૫% ટેક્સ લાગશે જેનો સીધો ફાયદો નાગરિકોને થશે .ટેક્સ દર ઘટાડવાથી માલ સસ્તા થશે , માંગ વધશે , આવકમાં વધારો થશે.૨૦૧૭ માં જ્યારે જીએસટી લાગુ કરાયો ત્યાં સુધી દરેક રાજ્યમાં અલગ અલગ કર સિસ્ટમ હતી , અને તેના પરિણામે ઘણી મુશ્કેલીઓ પડતી હતી જે દૂર થઈ અને " એક રાષ્ટ્ર -- એક કર " કરવામાં આવ્યું . ૨૦૧૭ થી જીએસટીના જે ચાર સ્લેબ હતા એને દૂર કરી હવે માત્ર ૫% અને ૧૮ % એ બે સ્લેબ જ રાખવામાં આવ્યા.પ્રધાનમંત્રી દ્વારા ૧૫ ઓગસ્ટે લાલ કિલ્લા પરથી કહેવાયું હતું કે આ વખતે દેશના નાગરિકોને તેઓ દિવાળીની ભેટ આપશે તે અંતર્ગત જીએસટીના દરોમાં ફેરફાર કરાયા અને જેનો અમલ ૨૨ સપ્ટેમ્બર થી શરૂ થશે . એક સર્વે મુજબ MSME સહિત ૮૫ ટકા લોકોએ જીએસટીના આ દરોથી સંતોષ વ્યક્ત કર્યો છે . આનાથી ટેક્સની રચના સરળ બની , ઉદ્યોગો સ્પર્ધાત્મક બન્યા અને સમગ્ર દેશમાં એકસરખા દર લાગુ થયા. ૨૦૧૭ માં ૬૬.૫ લાખ રજીસ્ટર કરતા હતા તે ૨૦૨૫ માં વધીને ૧.૫૧ કરોડ થયા .
સુરત શહેરના એરપોર્ટ માટેની માહિતી આપતા થયેલા ફાયદા વિશે જાણકારી આપી હતી અને તેમણે કહ્યું કે ટર્મિનલ બિલ્ડિંગનું પૂન વિન્યાસ કાર્ય પણ પૂર્ણ થયું છે . સુરત વિમાન મથકે ઉડાન યાત્રિક કેફે સ્થાપવાની રજૂઆત વિચારધીન છે જે અંતર્ગત ચા , કોફી , પાણીની બોટલ , વગેરે જેવી મૂળભૂત વસ્તુઓ ઓછા અને પરવડે તેવા ભાવમાં ઉપલબ્ધ થશે . ઓટો સ્ટેન્ડ ના વિકાસ કામો સપ્ટેમ્બર ૨૦૨૫ માં હાથ ધરવામાં આવશે.સુરત શહેર વિશે વાત કરવા તેમણે જણાવ્યું કે જે છે ગંદા શહેરોમાં ગણાતું હતું તે સ્વચ્છતામાં આ વખતે સમગ્ર ભારતમાં પ્રથમ નંબરે આવ્યું છે અને આનું શ્રેય તેમણે સુરત શહેરના ૬૦૦૦ જેટલા સફાઈ કર્મચારીઓને આપ્યું હતું. અને તેમનું સન્માન ૧૭ સપ્ટેમ્બર પ્રધાનમંત્રીના જન્મદિવસે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કરવામાં આવશે વિશેષમાં તેમણે જણાવ્યું હતું કે માત્ર સન્માન જ નહીં પણ આ કર્મચારીઓ માટે સસ્તા બનાવી મોટું ફંડ ઊભું કરી શિક્ષણ અને રહેણાક તથા વાહનો માટે સસ્તા દરે લોન ઉપલબ્ધ કરાશે.
ગુજરાત રાજ્યના ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ તેમના ઉદબોદનમાં જણાવ્યું હતું કે " નમોત્સવ " અંતર્ગત ૭ સપ્ટેમ્બર ના રોજ મોદીજીના બાળપણથી લઈને પ્રધાનમંત્રી અને વિશ્વ નેતા સુધીની સફરનો ભારત ભરમાં પ્રથમ વખત સુરત મહાનગર , સરસાણા ખાતે ૪૦૦ થી વધારે કલાકારો સાથે મલ્ટીમીડિયા શો કરવામાં આવશે . આનું આયોજન લેબગ્રોન ડાયમંડ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે . અને પછી આ શો સમગ્ર રાજ્યમાં પણ કરવામાં આવશે . ઉપરોક્ત કાર્યક્રમમાં ૨૪ સુરત લોકસભાના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ , ગુજરાત રાજ્યના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ , સુરત શહેરના અધ્યક્ષ શ્રી પરેશ પટેલ , ધારાસભ્યશ્રી ઓ શ્રીમતી સંગીતા પાટીલ , શ્રી મનુભાઈ પટેલ , શ્રી સંદીપ દેસાઈ , ભારતીય જનતા પાર્ટી -- ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી જનક બગદાણા વાળા , સુરત શહેર ભાજપ મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ , શ્રી કાળુભાઈ ભીમનાથ , સુરત શહેરના શ્રી નરેન્દ્ર પાટિલ , સુરત શહેર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજન પટેલ , શાસક પક્ષ નેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી હાજર રહ્યા હતા .
(શૈલેશ શુકલ (મીડિયા કન્વિનર ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર )
=========================================


