⭕ *માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદીજીના નેતૃત્વમાં બિહારમાં તાજેતરમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ ની ઐતિહાસિક જીત અને ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ પ્રદર્શન માટે ભારતીય જનતા પાર્ટી-સુરત મહાનગર દ્વારા ભવ્ય થી ભવ્ય ઉજવણી કરવામાં આવી...*🔘




     ( સુરત શહેર જિલ્લા માનદ પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી )

                    [ લોકતક સમાચાર ન્યૂઝ નેટવર્ક ]

⭕ સુરત / ઉધના (લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી ) તારીખ:-૧૫ નોહેમ્બર રવિવાર :- સુરત શહેર ની ખાસ ન્યૂઝ ભારતીય જનતા પાર્ટી--- સુરત મહાનગરના યશસ્વી પ્રમુખ શ્રી પરેશ પટેલ અને સુરત મહાનગરના મેયર શ્રી દક્ષેશ માવાણીજીની વિશેષ ઉપસ્થિતિમાં   ઢોલ નગારા અને આતશ બાજી સાથે બિહારમાં તાજેતરમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ ની ઐતિહાસિક જીત અને ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ પ્રદર્શનની ઉજવણી ભારતીય જનતા પાર્ટી --- મુખ્ય કાર્યાલય  પંડિત દિન દયાળ ભવન ખાતે રંગે ચંગે  કરવામાં આવી હતી .

     સુરત મહાનગરના યશસ્વી અધ્યક્ષ શ્રી પરેશ પટેલે કાર્યકર્તાઓને સંબોધિત કરતા તેમને અભિનંદન આપ્યા હતા અને માનનીય કેન્દ્રીય જળ સંશાધન મંત્રી અને ૨૫ નવસારી લોકસભાના સાંસદ શ્રી સી આર પાટીલજી કે જેઓ આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સહ પ્રભારી રહ્યા હતા અને જેમની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીને ઝળહળતી સફળતા મળી તે માટે તેઓને ભારતીય જનતા પાર્ટી --  સુરત મહાનગર પરિવાર તરફથી વિશેષ અભિનંદન પાઠવ્યા હતા . ઉપરોક્ત પ્રસંગે ભારતીય જનતા પાર્ટી- સુરત મહાનગરના મહામંત્રી શ્રી કિશોરભાઈ બિન્દલજી , કાળુભાઈ ભીમનાથ , સુરત મહાનગરના ડેપ્યુટી મેયર ડૉ.શ્રી નરેન્દ્ર પાટીલ , શાસક પક્ષ નેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી , ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી વિવેક પટેલ , શ્રી વીડી ઝાલાવાડીયા , સુરત મહાનગર સંગઠનના અન્ય હોદ્દેદારશ્રીઓ , નગરસેવકશ્રીઓ , આગેવાન કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા .

શૈલેશ શુકલ (ભારતીય જનતા પાર્ટી - સુરત મહાનગર)

==================================================

Post a Comment

0 Comments