( સુરત શહેર જિલ્લા માનદ પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી )
[ લોકતક સમાચાર ન્યૂઝ નેટવર્ક ]
⭕ સુરત / ઉધના (લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી ) તારીખ:-૧૫ નોહેમ્બર રવિવાર :- સુરત શહેર ખાતે ભારત ભારતીના રાષ્ટ્રીય આહ્વાન અનુસાર આજ રોજ દિનાક ૧૫ નોહેમ્બર ના રોજ સુરત, બારડોલી અને નવસારી જિલ્લામાં કુલ 35 શાળાઓ તથા કોલેજોમાં પૂર્વ સૈનિકો દ્વારા ‘શૌર્ય ઉર્જા – રૂબરૂ સંવાદ’ કાર્યક્રમો યોજાયા.દેશરક્ષા, સૈનિકોની જીવનયાત્રા અને શૌર્ય સંસ્કાર વિષે વિદ્યાર્થીઓમાં ઉત્કટ રસ જોવા મળ્યો.ગત રાત્રે આયોજિત મુખ્ય સ્વાગત સમારંભમાં ભારત ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વિનયજી પત્રાલેએ વિશેષ ઉપસ્થિત 150 પૂર્વ સૈનિકો, તેમની પરિવારની વીરાંગનાઓ સહિત કુલ 200 જેટલા મહાનુભાવોનું ઉત્સાહભેર સ્વાગત કર્યું.સુરત સિટી પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોતની પ્રેરણાદાયક હાજરી આ પ્રસંગે સુરત સિટી પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોતએ માનનીય ઉપસ્થિતિ દર્શાવી.તેમણે જણાવ્યું કે— “IPS અધિકારીઓને સૈન્ય સાથે સંકલન, શિસ્ત અને નિર્ણયક્ષમતાની તાલીમ મેળવવી અત્યંત જરૂરી છે. સુરતમાં આવી મોટી સંખ્યામાં અનુભવી પૂર્વ સૈનિકો આવ્યા છે, જે શહેર માટે ગૌરવની બાબત છે. ભારત ભારતીના શૌર્ય સંસ્કારના પ્રયાસોને હું બિરદાવું છું.”
આદરણીય દિલીપ દેશમુખજીનું માર્ગદર્શન
પ્રમુખ — અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ
આદરણીય દિલીપ દેશમુખજી, જે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ છે, તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે—“ગુજરાતનો વિશાળ દરિયાકિનારો અને સીમા વિસ્તારને કારણે સૈનિક દળો સાથે મારો સ્વાભાવિક સંબંધ રહ્યો છે. નિવૃત્ત સૈનિકો સમાજમાં જવાબદારીપૂર્વક સક્રિય રહે છે, એ રાષ્ટ્રને બળ આપતું કાર્ય છે.”તેમણે અંગદાન માટે ચાલી રહેલી સામાજિક અભિયાનની વિગત આપી અને પૂર્વ સૈનિકો તથા તેમના પરિવારોને આ માનવસેવા સાથે જોડાવા અપીલ કરી.અગ્રણી આગેવાનોનું સન્માન કાર્યક્રમ દરમિયાન અનેક આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું, જેમાં—
• શ્રી ભાણજીભાઈ પોકાર, રાષ્ટ્રીય ટ્રસ્ટી – કચ્છ કડવા પાટીદાર સમાજ
• શ્રી ગૌરાંગ ધનાણી, યુવા રાષ્ટ્રીય અગ્રણી
તેમના સામાજિક યોગદાનને બિરદાવવામાં આવ્યું.
ડૉ. રવિન્દ્ર પાટીલનું સ્વાગત પ્રવચન
ભારત ભારતી ગુજરાતના ઉપાધ્યક્ષ તથા કાર્યક્રમ સંયોજક ડૉ. રવિન્દ્ર પાટીલએ ઉષ્માભર્યું સ્વાગત પ્રવચન આપ્યું અને પૂર્વ સૈનિકોના માર્ગદર્શનથી યુવાનોને શૌર્ય પ્રેરણા મળતી રહે એ માટે ભારત ભારતીની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વિનય પત્રાલે દ્વારા ભારત ભારતીના વિઝન અને રાષ્ટ્રીય કાર્યો વિષે વિગતવાર રજૂઆત કરવામાં આવી.પૂર્વ સૈનિકો, વીરાંગનાઓ અને વિદ્યાર્થીઓના ઉત્સાહથી કાર્યક્રમ સફળ અને યાદગાર બન્યો.
— ભારત ભારતી, સુરત ગુજરાત
===≈==========================≈============≈=======






