( સુરત શહેર માનદ પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી )
[ લોકતક સમાચાર ન્યૂઝ નેટવર્ક ]
⭕ સુરત / ઉધના (લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી ) તારીખ:-૨૪ નોહેમ્બર સોમવાર :- સુરત શહેર ની ખાસ ન્યૂઝ ચૂંટણી પંચ દ્વારા SIR હેઠળ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (સ્પેશિયલ ડ્રાઈવ) ચાલી રહ્યો છે જે અંતર્ગત આજે સુરત મહાનગર ખાતે પણ મતદાર યાદી સુધારણા SIR ની કામગીરી ચાલી રહી છે, આજે ચૂંટણી પંચ દ્વારા SIR અભિયાન અંતર્ગત યોજાયેલી વિશેષ ડ્રાઈવ માં શહેર પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ ની આગેવાની હેઠળ ઉધના ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ મીરાનગર શાળા નંબર ૨૦૬-૨૦૭ તથા મરાઠી શાળા ખાતે ઉપસ્થિત રહી કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું
ત્યાર બાદ સુરત શહેર SIR ના પ્રભારી શ્રી પિયુષ ભાઈ દેસાઈ (પૂર્વ ધારાસભ્ય શ્રી ) કેન્દ્રીય વિદ્યાલય ઈચ્છાનાથ-૧ કે જે ગુજરાત રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી નું બૂથ છે તેની મુલાકાત લીધી ત્યારબાદ સેન્ટ ઝેવિયર સ્કૂલ ઘોડદોડ રોડ,S.D. જૈન સ્કૂલ, અગ્રસેન સ્કૂલ સીટી લાઈટ ભટાર ખાતે આવેલ સોગાયો સ્કૂલ ની મુલાકાત લીધી હતી અને BLO દ્વારા થઈ રહેલ કામગીરી ની સરાહના કરી હતી, મતદાર યાદી સુધારણા ઝુમ્મેશને વધુ પ્રભાવશાળી બનાવવા અને દરેક પાત્ર મતદાન નું નામ મતદાર યાદી માં નોંધાય તે માટે માર્ગદર્શક ચર્ચાઓ સાથે આયોજનને વેગ આપવામાં આવ્યો હતો
શૈલેશ શુક્લ ( મીડિયા કન્વીનર સુરત મહાનગર )
====≈============================================


