⭕ *સાંસ્કૃતિક રક્ષા સમિતી અને શ્રી માધવ ગૌ શાળા એમના સયુક્તિ રિતે શ્રીરામ જન્મ દિવસ નિમિત ભવ્ય દિવ્ય શોભાયાત્રાનુ આયોજન...*🔘




  ( સુરત શહેર માનદ પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી )

           [ લોકતક સમાચાર ન્યૂઝ નેટવર્ક ]

⭕સુરત /ઉધના (લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી ) તારીખ: ૦૭ એપ્રિલ સોમવાર :- સુરત શહેર ના ઉધના વિસ્તાર મા આવેલ કાશી નગર ખાતે દિનાક:૦૬ એપ્રિલ રવિવાર ના રોજ સાંજે સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા દ્વારા શ્રી રામ નવમી નિમિત્તે ઉધના વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન રાખેલ. અનેકો દેવી-દેવતાઓની ઝાંખીઓ પ્રદર્શિત કરવામાં આવેલ. અંદાજે ૫ હજાર થી વધુ ભક્તો આ શોભાયાત્રામાં જોડાયેલ તેમજ રાજકીય અને સામાજીક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય આકર્ષણમાં સુંદર કલા સાથે લેઝિમ નૃત્ય તેમજ અઘોરી બાબા, બાહુબલી હનુમાનજી અને શંકરજી ની ઝાંખી ઉપરાંત મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ, રાણી લક્ષ્મી બાઈ, અયોધ્યા રામ મંદિર બિરાજમાન રામલલ્લા, અનેકો મહાપુરુષો અને ઋષિ મુનિઓની ઝાંખીઓ રાખવામાં આવેલ હતી. સંસ્થાના અધ્યક્ષ શ્રી આશિષ સુર્યવંશી એ વધુમાં જણાવ્યું હતું કે, ઉધના વિસ્તાર રામનવમી પ્રંસગે રામ નામ થી ગુંજી ઉઠ્યું હતું. સંસ્કૃતિની વિવિધ કૃતિઓથી સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.

*સાંસ્કૃતિક રક્ષા સમિતિ અને શ્રી માધવ ગૌશાળા* 

    આશિષ સુર્યવંશી - અધ્યક્ષ 8000734343

========================================

Post a Comment

0 Comments