( સુરત શહેર માનદ પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી)
[ લોકતક સમાચાર ન્યૂઝ નેટવર્ક ]
⭕ સુરત / ઉધના (લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી ) તારીખ:- ૦૩ એપ્રિલ ગુરુવાર :- સુરત શહેર ના ઉધના ખાતે આવેલ ભાજપ કાર્યાલય તારીખ ૦૨ એપ્રિલ બુધવાર ના રોજ પંડિત દીન દયાલ ઉપાધ્યાય ભવન ભાજપ કાર્યાલય ખાતે બેઠક આયોજિત કરવામા આવેલ કે આગામી તારીખ 6 એપ્રિલ રવિવાર ના રોજ ભારતીય જનતા પાર્ટીના "સ્થાપના દિવસ" તથા તેની સાથે રામનવમી નો સંયોગ પણ આવેલ છે તેમજ રામ મંદિરના અભિષેકને પણ એક વર્ષ પૂર્ણ થનાર છે તે પ્રસંગે દિવસ દરમિયાન વિવિધ સેવાકીય કાર્યો જેવા કે સફાઈ અભિયાન, છાસ વિતરણ, ફ્રુટ વિતરણ જેવા વિવિધ સેવાકીય કાર્યક્રમો કરવામાં આવશે ત્યાર બાદ રાત્રી દરમિયાન ઘરે-ઘરે રામલલાના જન્મદિવસ નિમિત્તે દીવાઓ પ્રગટાવવા સૂચન કરવામાં આવ્યું હતું
ત્યારબાદ તારીખ 7, 8 અને 9 એપ્રિલના રોજ વિધાનસભા સ્તરે સક્રિય સભ્યોનું સંમેલન યોજવા જઈ રહ્યું છે જેમાં તબક્કા વાર 100 ટકા સક્રિય સભ્યો હાજર રહે તેની ચિંતા કરવા જણાવ્યું હતું ત્યારબાદ 10 એપ્રિલ થી 12 એપ્રિલ દરમિયાન "બુથ ચલો અભિયાન" યોજાનાર છે જેમાં વોર્ડના પ્રમુખો થી ઉપરની જવાબદારી વહન કરતા પક્ષના પદાધિકારીઓ ભાગ લેવાના છે જેમાં ઓછામાં ઓછા આઠ કલાક બૂથમાં રહેતા નાગરિકો સાથે સમય વિતાવવાનો છે તથા તેમના પ્રતિભાવો જાણવાના છે તથા 14 એપ્રિલ "ભારત રત્ન" ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે પણ કાર્યક્રમો યોજાનાર છે જેની તૈયારીના ભાગરૂપે એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અપેક્ષિત શ્રેણીના સહુ પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ઉપરોક્ત મિટિંગમાં આદરણીય મહામંત્રી શ્રી કિશોરભાઈ બિન્દલ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું તથા મહામંત્રી શ્રી કાળુભાઈ ભીમનાથ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું...
(શૈલેશ શુક્લ (મીડિયા કન્વીનર સુરત મહાનગર)
=========================================



