⭕ *ભારતીય જનતા પાર્ટી - સુરત મહાનગર દ્વારા ૦૬ એપ્રિલના રોજ સ્થાપના દિવસના ઉપલક્ષમાં દરેક વિધાનસભામાં " સક્રિય કાર્યકર્તા " સંમેલનનું આયોજન...*🔘





( સુરત શહેર માનદ પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી)

          [ લોકતક સમાચાર ન્યૂઝ નેટવર્ક ]

⭕ સુરત /ઉધના (લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી) તારીખ:- ૦૮ એપ્રિલ મંગળવાર :- સુરત તારીખ ૦૬ એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીના ૪૬ મો સ્થાપના દિવસના ઉપલક્ષમાં શહેરના દરેક વિધાનસભામાં " સક્રિય કાર્યકર્તા " સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે..તે પૈકી તારીખ ૦૭ એપ્રિલના રોજ વરાછા વિધાનસભામાં  તથા તારીખ ૦૮ એપ્રિલના રોજ ચોર્યાસી વિધાનસભામાં" સક્રિય કાર્યકર્તા" સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું..ભારતીય જનતા પાર્ટી ની સ્થાપના થી લઈને આજ દિવસ સુધી અસંખ્ય ઘડવૈયાઓનો સિંહ ફાળો અને બલિદાન રહ્યું છે જે ક્ષણો તાજી કરવામાં આવી હતી..વરાછા વિધાનસભાના ધારાસભ્યશ્રી કુમારભાઈ કાનાનીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓ કોઈપણ પડકારનો સામનો કરવા હંમેશા તૈયાર હોય છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ  કાર્યકર્તાઓ સાથે લોકોને ઘરે ઘરે મળવા જઈને તેમના હાલચાલ જાણશે અને જો કોઈ અગવડો હોય તો તેને દુર કરવા પ્રયત્ન કરશે અને પક્ષની વિચારધારા લોકો સમક્ષ મૂકશે..


ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્યશ્રી સંદીપભાઈ દેસાઈએ કાર્યકર્તાઓને બિરદાવતા કહ્યું હતું કે તેઓ દેવતુલ્ય છે અને પરિશ્રમની પરાકાષ્ટા કરી પક્ષને જીત અપાવવામાં મહત્વનો ફાળો આપે છે , સાથે તેમણે ૪૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા ગભેણી બુઢિયા વેહિકલ અંડરપાસનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ૧૮ એપ્રિલના રોજ તેનું લોકાર્પણ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તથા ભારત સરકારમાં જળ સંસાધન મંત્રી  શ્રી સી આર પાટીલ સાહેબના શુભ હસ્તે કરવામાં આવશે ..સુરત ભાજપના નવનિયુક્ત યશસ્વી અધ્યક્ષશ્રી પરેશભાઈ પટેલ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનું શાસન ભવિષ્ય ના સમયને ધ્યાનમાં રાખી લાંબા ગાળાના વિકાસનું આયોજન કરે છે, તેમણે વિશેષમાં સુરત મહાનગરપાલિકા દ્વારા જે ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવે છે તેનો ઉલ્લેખ કર્યો હતો અને ઘણા માપદંડોમાં સુરત પ્રથમ રહ્યું છે તે માટે સુરતીઓને અભિનંદન પાઠવ્યા હતા ..સુરત જિલ્લા અધ્યક્ષ શ્રી ભરતભાઈ રાઠોડ દ્વારા કાર્યકર્તાઓનું મનોબળ વધારતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાઓ ચોક્કસ વિચારધારાને વરેલા છે અને રાષ્ટ્રના હિતમાં કામ કરે છે ..સુરત શહેરના મેયર શ્રી દક્ષેશ માવાણી દ્વારા સુરત મહાનગરપાલિકા દ્વારા જે ઉત્કૃષ્ટ કામગીરી થઇ છે તેનો ઉલ્લેખ કરતા આવનારા દિવસોમાં દરેક માપદંડમાં  સુરત ભારતભરમાં નંબર એક હશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો..


ચોર્યાસી વિધાનસભામાં મુખ્ય વક્તા ગુજરાત પ્રદેશના બક્ષી પંચ મોરચાના મહામંત્રી શ્રી સનમભાઈ પટેલ દ્વારા સુરત શહેરના કાર્યકર્તાઓની પ્રસંશા કરતા કહ્યું હતું કે તેમની કામગીરી ખરેખર દાખલારૂપ છે અને હંમેશા તેઓ હર હંમેશ કોઈ પણ મુસીબતમાં નગરજનોની પડખે ઊભા રહ્યા છે..ઉપરોક્ત અવસરે વરાછા વિધાનસભા ના સંમેલન ના મુખ્ય વક્તા ભરૂચ જિલ્લાના અગ્રણી ભાજપ નેતાશ્રી મારૂતિસિંહ અટોદરિયાજી વરાછા ખાતે તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના સુદ્રઢ સંકલ્પો આજે દરેક કાર્યકર્તાઓ નું મનોબળ છે. અને આ સંકલ્પો થકી સંગઠન વધુ મજબૂત બને, રાષ્ટ્રહિત ના કાર્યો કરી વિકાસ ની ગતિમાં હરણફાળ વધારો થાય તેવા સંકલ્પ સાથે આગળ વધવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો..ઉપરોક્ત પ્રસંગે શહેર ભાજપ મહામંત્રીશ્રી કિશોરભાઈ બિંદલજી અને શ્રી કાળુભાઈ ભીમનાથ તેમજ  ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્ર પાટીલ સ્થાઈ સમિતી ચેરમેન શ્રી રાજન ભાઈ પટેલ શાશક પક્ષના નેતા શ્રીમતી શશી બેન ત્રિપાઠી તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં...

==========================================

Post a Comment

0 Comments