(સુરત શહેર/જી.માનદ પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી)
[ લોકતક સમાચાર ન્યૂઝ નેટવર્ક ]
⭕ સુરત / ઉધના (લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી ) તારીખ:-૧૯ જુલાઈ રવિવાર :- સુરત શહેરના સુરત મહાનગર પાલિકા હદ્દ વિસ્તાર મા આવેલ અઠવા ઝોન અને ઉધના ઝોન 3 મા તારીખ.19-07-2025 ના રોજ 10:30 કલાકે શાળા ક્રમાંક 157 બમરોલી ખાતેયુ.આર.સી 03 ની શાળાઓની આચાર્ય સભાનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં કુલ 94 આચાર્યશ્રીઓ,ઝોનના 11 સી.આર.સી કો.ઓશ્રી, યુ.આર.સી.કો.ઓશ્રી અને નિરીક્ષકશ્રીઓહાજર રહ્યા. આ સભામાં ન.પ્રા.શિ.સ.સુરતના ચેરમેનશ્રી રાજેન્દ્રભાઇ કાપડિયા અને સભ્યશ્રી શૈલેશ ભાઇ શુકલ ખાસ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાંઆવી. શિક્ષણ સમિતિ સુરતના નવા સભ્યશ્રી તરીકે નિમાયેલ શૈલેષભાઇ શુકલનું સન્માન કરવામાંઆવ્યુ.હાજર રહેનાર સભ્યશ્રી શૈલેષભાઇ અને ચેરમેનશ્રી રાજેન્દ્રભાઇ ધ્વારા પ્રાસંગિક પ્રવચન દ્વારા શાળાના આચાર્યશ્રીઓને અનુભવાતી મુશ્કેલીઓ માટે જરૂરી સહયોગ કરવાની ખાતરી આપી.
આચાર્ય સભામાં શાળાની શૈક્ષણિક પ્રગતિ માટે ધ્યાનમાં રાખવાની બાબતોનુ નિરીક્ષકશ્રી હસનશાહ ફકીર, વહીવટી માર્ગદર્શન નિરીક્ષશ્રી કિર્તીબેન બોરસેદ્વારા અને સમગ્ર શિક્ષા હેઠળ મળતી ગ્રાંટ તેમજ ઓનલાઇન ડેટા બાબતે યુ.આર.સી.-03ના યુ.આર.સી કો.ઓશ્રી રાકેશકુમાર.એ.પાઠક દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ. અને સી.આર.સી27 સમીરભાઇ અને સી.આર.સી 31 અંકલેશભાઇ દ્વારા જરૂરી મુદ્દાની ચર્ચા કરવામાં આવી..શાળા ક્રમાંક 157ના આચાર્યશ્રી તેમજ સ્ટાફ દ્વારા કાર્યક્રમનુ સુંદર વ્યવસ્થાકરવામાં આવી. યુ.આર.સી કો.ઓશ્રી રાકેશકુમાર પાઠક દ્વારા સુચારૂ અને સફળ આયોજન બદલ ઉપસ્થિત રહેનાર સૌનો આભારવ્યક્ત કરી અંતે અલ્પહાર લઇને સૌ છૂટા પડ્યા...
==========================================




