( સુરત શહેર માનદ પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી )
[ લોકતક ન્યૂઝ નેટવર્ક ]
⭕ સુરત / સુરત (લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી) તારીખ:-૦૬ જુન રવિવાર :- સુરત શહેરના રિગરોડ માનદવાજા વિસ્તાર મા આવેલ કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટિલે સુરતના માનદરવાજા ખાતે ૧૩૧૨ ટેનામેન્ટ, ફાયર સ્ટેશન, ન.પ્રા.શાળા તેમજ આંગણવાડી સહિતના નવીનીકરણના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. રાજ્ય સરકારની જાહેર આવાસોના પુનઃવિકાસ યોજના અંતર્ગત માન દરવાજા ખાતે અંદાજે રૂ.૨૦૦ કરોડના ખર્ચે રહેણાંક ટેનામેન્ટના રિડેવલપમેન્ટ સહિત ૧૧૭ દુકાનો ધરાવતું શોપિંગ સેન્ટર, ૪૦ સ્ટાફ ક્વાટર્સ અને ૨ ઓફિસ સહિતનું ફાયર સ્ટેશન પણ તૈયાર કરાશે.આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ નવું ઘર મેળવનારા તમામ પરિવારોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, માન દરવાજા ટેનામેન્ટના નવીનીકરણ સાથે અનેક પરિવારોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે. હાલ કરતાં ૪૦ ટકા વધારાની જગ્યા સાથે તૈયાર થનારૂ સપનાનું નવું ઘર ટેનામેન્ટના પરિવારો માટે બમણી ખુશી આપશે. આશરે દોઢથી બે વર્ષમાં જ અનેક પરિવારોનું નવા ઘરનું સ્વપ્ન સાકારિત થશે. સાથે જ દરેક પરિવારોને દર મહિને રૂ. ૭ હજારનું ભાડું મળશે જે તેમને આર્થિક પીઠબળ આપશે. તેમજ અનેક સુવિધાઓ સાથેનું નવું મકાન ભવિષ્યમાં લાંબા સમય મજબૂત રહે તે રીતે તૈયાર કરવામાં આવશે.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી સંગીતાબેને જણાવ્યું કે, ઘણાં વર્ષોથી મુશ્કેલી ભોગવી રહેલા પરિવારોની સમસ્યાનો અંત આવ્યો છે. સરકાર, સ્થાનિક પ્રશાસનના અથાગ પ્રયત્નોથી આ પ્રોજેક્ટમાં મોટું ઘર, શોપિંગ સેન્ટર, શાળા, આંગણવાડી, સોલાર લાઇટ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, ગાર્ડન, ડ્રેનેજ સુવિધા સહિતની આધુનિક સુવિધાઓથી સજ્જ ઘરો નિર્માણ પામશે.આ પ્રસંગે સાંસદશ્રી મુકેશભાઇ દલાલ, મેયરશ્રી દક્ષેશ માવાણી, ધારાસભ્ય સર્વશ્રી સંદીપભાઈ દેસાઈ,સંગીતાબેન પાટિલ, અરવિંદભાઈ રાણા, પ્રવિણભાઇ ઘોઘારી, મનુભાઈ પટેલ, ડે.મેયરશ્રી નરેન્દ્રભાઈ પાટિલ, સ્થાયી સમિતિ અધ્યક્ષશ્રી રાજન પટેલ, શહેર સંગઠન પ્રમુખશ્રી પરેશભાઈ પટેલ, પૂર્વ મેયરશ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, સહિત મોટી સંખ્યામાં ટેનામેન્ટના પરિવારો હાજર રહ્યા હતા.(માહિતી બ્યુરો સુરત) -૦૦-
========================================



