( સુરત શહેર માનદ પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી )
[ લોકતક સમાચાર ન્યૂઝ નેટવર્ક ]
⭕ સુરત / ઉધના ( લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી ) તારીખ:-૦૨ ઑક્ટોબર ગુરુવાર :- સુરત શહેર ની ખાસ ન્યૂઝ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના ૭૫ માં જન્મદિવસના ઉપલક્ષમાં સેવા પખવાડિયા અંતર્ગત અનેકવિધ સેવાકીય અને સામાજિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે .આવા જ એક સેવાભાવી કાર્યક્રમ અંતર્ગત સમાજ અને દેશ માટે સદકાર્ય કરવાની ભાવના સાથે નીલકંઠ રેસિડેન્સીના શ્રી પિયુષભાઈ અને તેમના ભાગીદારો દ્વારા અનાથ અથવા જેમના પિતા ના હોય તેવી દીકરીઓને ભણતર માટે રૂપિયા ૭૫૦૦ /- ની સહાય કરવામાં આવી હતી.ઉપરોક્ત દીકરીઓને રૂપિયા ૭૫૦૦/ - ના ચેકનું વિતરણ આદરણીય કેન્દ્રીય જળ સંસાધન મંત્રી તથા ભારતીય જનતા પાર્ટી -- ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું.પ્રાસંગિક ઉદબોધન કરતા આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબે જણાવ્યું હતું કે શરૂઆતના તબક્કે આજે ૨૫૧ જેટલી દીકરીઓને આ ચેક આપવામાં આવ્યો છે પણ શ્રી પિયુષભાઈ અને તેમના ભાગીદારો દ્વારા આનાથી બહુ જ મોટું લક્ષ રાખવામાં આવ્યું છે , આશરે ૨૧૦૦૦ જેટલી દીકરીઓને આ સહાય મળે તે માટે તેઓ સંકલ્પ બદ્ધ છે .
આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબે પિયુષભાઈ અને તેમના ભાગીદારોને આ માટે ધન્યવાદ પાઠવ્યા હતા અને કહ્યું હતું કે જ્યારે આદરણીય પ્રધાનમંત્રીશ્રી આ દેશ માટે જ્યારે ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા હોય ત્યારે સમાજમાં પણ આવી ઉત્કૃષ્ટ ભાવના આવે છે.આ સાથે સુરત મહાનગરમાં માન ટેનામેન્ટન જે રીડેવલપ થઈ રહ્યું છે , તેમના નિવાસીઓને ત્રણ મહિનાનું એડવાન્સ ભાડું શ્રી સી આર પાટીલ સાહેબના હસ્તે આપવામાં આવ્યું હતું .આ પ્રસંગે લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલે આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબનો આ માટે આભાર માન્યો હતો અને કહ્યું હતું કે આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબની દરમ્યાનગિરીથી આ રી ડેવલપમેન્ટ શક્ય બન્યું હતું અને માન ટેનામેન્ટના નિવાસીઓને તેમણે જણાવ્યું હતું કે ખૂબ જ ટૂંકા સમયમાં તેમના માટે નવું સરસ આવાસ તૈયાર થઈ જશે . ઉપરોક્ત પ્રસંગે ભારતીય જનતા પાર્ટી -- સુરત મહાનગર અધ્યક્ષ શ્રી પરેશ પટેલ , સુરત મહાનગરના મેયર શ્રી દક્ષેશ માવાણી , ગુજરાત રાજ્યના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ , ભારતીય જનતા પાર્ટી -- સુરત મહાનગર મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ , સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજન પટેલ , કોર્પોરેટરશ્રી દિનેશ જોધાણી , શ્રી અમિત રાજપુત , શ્રી રાજેશ રાણા તથા અન્ય કોર્પોરેટર શ્રી હાજર રહ્યા હતા...
કલ્પેશ મેહતા મીડિયા કો કન્વીનર ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર
=========================================





