⭕ *આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના ૭૫ માં જન્મદિન ના ઉપલક્ષમાં ભારતીય જનતા પાર્ટી - ગુજરાત પ્રદેશ પ્રમુખ આદરણીય શ્રી જગદીશ વિશ્વકર્માજીના સૂચનથી અને આદરણીય કેન્દ્રીય જળ સંશાધન મંત્રી શ્રી સી.આર પાટીલજીના માર્ગદર્શન હેઠળ સેવા પખવાડિયા અંતર્ગત " ફિટ યુવા ફોર વિકસિત ભારત " સુત્ર સાથે યુવા શક્તિ કા ઉત્સવ સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ...*🔘



       ( સુરત શહેર માનદ પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી )

             [ લોકતક સમાચાર ન્યૂઝ નેટવર્ક ]

⭕ સુરત / ઉધના (લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી ) તારીખ:-૧૨ આક્ટોબર રવિવાર :- સુરત શહેર ઉધના ખાતે આજ રોજ તારીખ ૧૨ આક્ટોબર ના રોજ ની ખાસ ન્યૂઝ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિન ના ઉપલક્ષમાં  સેવા પખવાડિયા અંતર્ગત " ફિટ યુવા ફોર વિકસિત ભારત " સુત્રને સાર્થક કરતા ઇન્ડોર સ્ટેડિયમ , સુરત મહાનગર ખાતે સાંસદ ખેલ મહોત્સવ પ્રારંભ થયો હતો.ઉપરોક્ત સાંસદ ખેલ મહોત્સવમાં ૨૪ સુરત લોકસભા , ૨૫ નવસારી લોકસભા, બારડોલી લોકસભા ક્ષેત્રમાં આવતા સુરત મહાનગરના વોર્ડ ને આવરી લેવામાં આવ્યા છે.આ ખેલ મહોત્સવમાં  વિવિધ રમતો ક્રિકેટ , કબ્બડી , ખો ખો , રસ્સાખેચ જેવી અનેક રમતોનું આયોજન કરવામાં આવ્યું છે . આ ખેલ મહોત્સવમાં ચૂંટાયેલા જન પ્રતિનિધિશ્રીઓ , કાર્યકર્તાશ્રીઑ , નગરજનો સહિત લગભગ ૧૦૦૦૦ જેટલા પ્રતિસ્પર્ધી ભાગ લેશે. દરેક વિજેતા ટીમને ટ્રોફી તથા દરેક પ્રતિસ્પર્ધીને સર્ટિફિકેટ તથા મેડલ એનાયત કરવામાં આવશે . ઉપરોક્ત સાંસદ ખેલ મહોત્સવના શુભારંભ પ્રસંગે ૨૫ નવસારી  લોકસભાના સાંસદ અને આદરણીય   કેન્દ્રીય જળ સંશાધન મંત્રી શ્રી સી આર પાટીલજીએ  તેમના પ્રાસંગિક ઉદબોધનમાં  જણાવ્યું હતું કે " સ્વચ્છ સુરત , સ્વસ્થ સુરત " સંકલ્પ સાથે સુરત મહાનગર સમગ્ર ભારતમાં જેમ સ્વચ્છતામાં પ્રથમ આવ્યું છે તે જ પ્રમાણે  ખેલ સ્પર્ધામાં પણ સુરત મહાનગર આવનારા દિવસોમાં સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમાંકે રહેશે . ૨૪ સુરત લોકસભાના સાંસદ શ્રી મુકેશ દલાલે તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે સુરત મહાનગરમાં રહેતા નગરજનોમાં અને વિશેષ કરીને યુવાનોમાં સ્વસ્થતા અને ખેલ પ્રત્યેની જાગૃતિ વધી છે .



      સુરત મહાનગરના મેયર શ્રી દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે આ ખેલ મહોત્સવનો મૂળભૂત હેતુ મેદાનમાં રમાતી રમતો કે જે આજે મોબાઈલ અને ઇન્ટરનેટના યુગમાં વિસરાઈ રહી છે , તેને પ્રસ્થાપિત કરવાનો છે . સુરત મહાનગર ભાજપા પ્રમુખ શ્રી પરેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ખેલ મહોત્સવમાં જે મેદાની રમતો રમાવાની છે તે શરીરને સ્વસ્થ રાખે છે અને તંદુરસ્ત રાખે છે . ઉપરોક્ત પ્રસંગે આ ખેલ મહોત્સવમાં ભાગ લેનાર પ્રતિસ્પર્ધીઓ સાથે ખેલ મહોત્સવના સંયોજક ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા , ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ , શ્રી મનુભાઈ પટેલ , શ્રી પ્રવીણ ઘોઘારી , શ્રી નરેશ પટેલ , શ્રી રાકેશ દેસાઈ , ભારતીય જનતા પાર્ટી નવસારી પ્રમુખ ભુરાભાઈ ,  ભારતીય જનતા પાર્ટી -- સુરત મહાનગરના મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ ,  શ્રી કાળુભાઈ ભીમનાથ ,  સુરત શહેર ભાજપ સંગઠનના અન્ય હોદ્દેદારશ્રીઓ ,  સુરત મહાનગરપાલિકાના વિવિધ પદાધિકારીશ્રીઓ ,  ચૂંટાયેલા જન પ્રતિનિધિ શ્રીઓ , શિક્ષણ સમિતિ સદસ્યશ્રીઓ , કાર્યકર્તાશ્રીઓ  સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા . ખેલ મહોત્સવના સહસંયોજક શ્રી દિનેશભાઈ જોધાણી , શ્રી અમિતભાઈ રાજપુત અને શ્રી ભાવિન ટોપીવાળાએ ખેલ મહોત્સવ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું .

કલ્પેશ મહેતા મીડિયા કો કન્વીનર ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર

==================================================

Post a Comment

0 Comments