( સુરત શહેર જિલ્લા માનદ પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી )
[ લોકતક સમાચાર ન્યૂઝ નેટવર્ક ]
⭕ સુરત / ઉધના (લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી ) તારીખ:- ૧૪ શનિવાર :- સુરત શહેર ની ખાસ ન્યૂઝ તારીખ ૧૪ નોહેમ્બર ના રોજ સુરતમાં ભારત ભારતી દ્વારા યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં એક ઐતિહાસિક અને ભવ્ય રાષ્ટ્રીય કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી. ભારત ભારતી દેશના ઇતિહાસમાં પ્રથમવાર 22 રાજ્યોમાંથી 200થી વધુ નિવૃત્ત સૈનિકોને સુરતમાં આમંત્રિત કરીને ત્રણ દિવસીય સન્માન મહોત્સવ યોજી રહ્યું છે.પ્રેસ કોન્ફરન્સમાં ભારત ભારતીના રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં, જેમાં મુખ્યત્વે શ્રી વિણયજી પત્રાલે, રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ, ભારત ભારતી શ્રી જગન્નાથજી સ્વાઈ, રાષ્ટ્રીય સંઘટન મંત્રી, ભારત ભારતી, શ્રી રુદ્રનારાયણજી તિવારી, રાષ્ટ્રીય સચિવ, ભારત ભારતી, ડૉ. રવિન્દ્ર પાટીલ, ઉપપ્રમુખ, ભારત ભારતી ગુજરાત અને પૂર્વ ઉપ મહાપોર, સુરત, શ્રી ગૌરાંગભાઈ ધનાણી, શ્રી સુરેન્દ્રજી રાઉત. આ તમામ આગેવાનો પ્રેસ સમક્ષ સંયુક્ત રીતે આ રાષ્ટ્રીય કાર્યક્રમ વિશે વિગતવાર માહિતી આપી.આ માત્ર સન્માન સમારોહ નથી, રાષ્ટ્રપ્રેમનો મહાઅભિયાન છે. ભારત ભારતીના આગેવાનોના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમ માત્ર નિવૃત્ત સૈનિકોને સન્માન આપવાનો નથી, પરંતુ રાષ્ટ્રપ્રેમ, શૌર્ય, યુવાનોને પ્રેરણા, અને સૈનિકોના જીવનમૂલ્યોને સમાજ સુધી લઈ જવાનો વિશાળ અભિયાન રૂપે આયોજન કરવામાં આવ્યું છે. દેશની સુરક્ષા માટે પોતાનું સમગ્ર યુગ અર્પણ કરનાર વીર સૈનિકોને સમાજના મધ્યમાં લાવી તેમનો અનુભવ નવી પેઢીએ જાણે એ મુખ્ય હેતુ છે.
આ ભવ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ 14, 15 અને 16 નવેમ્બર 2025 દરમિયાન ગ્રીનલૅન્ડ રિસોર્ટ, બાલેશ્વર–પલસાણા, સુરત ખાતે યોજાશે. આ કાર્યક્રમનો સૌથી વિશેષ ભાગ 200 નિવૃત્ત સૈનિકોની સુરતની 25 થી વધુ કોલેજ અને શાળાઓમાં મુલાકાત. સૈનિકો વિદ્યાર્થીઓ સાથે સીધી વાતચીત કરીને યુદ્ધના તેમના વાસ્તવિક અનુભવો,બોર્ડરનું જીવન,દેશપ્રેમ, શિસ્ત અને જવાબદારી, રાષ્ટ્રસેવાનો સાચો અર્થ વિદ્યાર્થીઓને સમજાવશે.બાળકોને “પુસ્તકનો નહીં, પરંતુ સાચો જીવંત હીરો” સામે મળશે, જે તેમને જીવનમાં કંઈક મહાન કરવા પ્રેરિત કરશે.કાર્યક્રમ દરમિયાન 22 રાજ્યોમાંથી આવેલા તમામ વીર સૈનિકોને “ભારત ગૌરવ સન્માન” આપવામાં આવશે. સૈનિકોના પરિવારોનો પણ વિશેષ રૂપે માન કરવામાં આવશે.આયોજનની વિશેષતાઓ ગુજરાતમાં પ્રથમવાર એટલો વિશાળ સૈનિક સન્માન કાર્યક્રમ , નિવૃત્ત સૈનિકો, સમાજ અને યુવાનો વચ્ચે સીધી સંકળણી, દેશભક્તિ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ, 22 રાજ્યોની વિવિધતા દર્શાવતું ભોજન આયોજન, સુરત શહેરને રાષ્ટ્રપ્રેમના કેન્દ્રીય સ્થળ તરીકે સ્થાપિત કરવાનું મોટું પગલું.પ્રેસ કોન્ફરન્સના અંતે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વિણયજી પત્રાલેએ જણાવ્યું. જેણે દેશ માટે સેવા આપી છે, તેનાં પગે ભારત ભારતી હંમેશા નત મસ્તક રહે છે. નિવૃત્ત સૈનિકોનું સન્માન એ આપણા રાષ્ટ્રનું સન્માન છે. સુરત ના પૂર્વ મેયર અને સમાજમાં સેવાથી પ્રખ્યાત એવા
ડૉ.રવિન્દ્ર પાટીલએ ઉમેર્યુંઆ કાર્યક્રમ સુરત માટે ગૌરવની વાત છે. નવી પેઢીને અમે સૈનિકોના જીવનમાંથી પ્રેરણા આપવાનો સંકલ્પ લીધો છે.આ પ્રસંગે ગૌરાંગ ધનાણી જે સ્થાનિક સમાજ સાથે રાષ્ટ્રીય લેવલ સાથે સંકળાયેલ હોય અને તેમને આભાર સાથે સહુને જણાવ્યું કે ગુજરાતના ગર્વ બાબત એજ છે કે ભારત ભોમકા ને આઝાદીની જરૂર પડી તો રાષ્ટ્રપતિ ગાંધીજી મળ્યા, અખંડતા ની જરૂર પડી તો સરદાર પટેલ મળ્યા, વિકાસ ની જરૂર પડી તો નરેન્દ્ર મોદીજી મળ્યા.. આથી રાષ્ટ્રીય ફલક પર ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ગુજરાતની રહી છે ત્યારે પૂર્વ સૈનકો આ ભોમકા ને પણ વંદન કરી સરહદ ની રક્ષા કાજે સેનામાં ગુજરાતી ની ઉર્જા સાથે ભરતી થાય તેવા પણ પ્રયાસ કરશે.. સહુની આ આયોજન માં ખૂબ શૌર્ય કાજે જરૂર છે જેથી સિંદૂર કોઈનું ભૂંસાય નહીં અને પડકારો કરી શકે તેવા યુવાઓ યુવતીઓ માં સંચાર કરવાનો આ ભારત ભારતી ના કારક્રમ ને બિરદાવેલ હતો અને સહુનું અભિવાદન કરવામાં આવેલ.14 તારીખના સાજે ઉધોગપતિ ગિરીશ લુથરાજી, અને અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ ના ટ્રસ્ટી ભાણજીભાઈ ની ઉપસ્થિત સાથે વિવિધ અગ્રણીઓ સાથે સહુનો સ્વાગત સમારોહ થશે..15 નવેમ્બર ના રોજ વિવિધ સ્કૂલ માંથી તેઓને આન બાન શાન સાથે લઈ જવામાં આવશે..સમગ્ર ભારત રાષ્ટ્ર માં આ કાર્યને કેમ કરી રાષ્ટ્રવ્યાપી બનાવાઈ શકાય તેનું આયોજન અને સંગોષ્ઠિ કરવામાં આવશે...
=========≈=========================================
