⭕ *ડૉ.બાબાસાહેબ આંબેડકર જીના 70 માં મહાપરીનિર્વાણ દિવસ ની ઉજવણી કરવામાં આવી...*🔘 ⭕ *સભાના મુખ્ય વક્તા ભાજપા ના વરિષ્ઠ નેતા અને ગુજરાત સરકાર ના પૂર્વ મંત્રી શ્રી આત્મારામભાઇ પરમાર દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી...*🔘





     ( સુરત જિલ્લા શહેર માનદ પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી )

                   [ લોકતક સમાચાર ન્યૂઝ નેટવર્ક ]

⭕ સુરત / ઉધના (લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી ) તારીખ:- ૦૭ રવિવાર ના રોજ સુરત શહેર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા તારીખ ૬ ડિસેમ્બર 2025 ના રોજ ડો.બાબા સાહેબ આંબેડકર જીના 70 માં મહાપરીનિર્વાણ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ અને સભાનું આયોજન ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચો દ્વારા કરવામાં આવ્યું જેમાં ડૉ બાબાસાહેબ આંબેડકર જી ની પ્રતિમા માનદરવાજા સુરત ખાતે મુખ્ય વક્તા ભાજપા ના વરિષ્ઠ નેતા અને ગુજરાત સરકાર ના પૂર્વ મંત્રી શ્રી આત્મારામભાઇ પરમાર તથા સુરત મહાનગરના પ્રથમ નાગરિક શ્રી દક્ષેશભાઈ માવાણી તથા અન્ય મહાનુભાવો દ્વારા ડૉ બાબાસાહેબ આંબેડકર જી ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ સભા નું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં આ સભાના મુખ્ય વક્તા ભાજપા ના વરિષ્ઠ નેતા અને ગુજરાત સરકાર ના પૂર્વ મંત્રી શ્રી આત્મારામભાઇ પરમાર દ્વારા બાબા સાહેબના જીવન કવન પર વિસ્તૃત રીતે સભાને સંબોધીને બાબાસાહેબને શ્રદ્ધા સુમન અર્પિત કરેલ 
           સુરત મહાનગરના પ્રથમ નાગરિક શ્રી દક્ષેશભાઈ માવાણી દ્વારા ડૉ બાબાસાહેબ આંબેડકર જી વિશે પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું હતું 
               ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી કિશોર બિન્દલ જી , શ્રી કાળુભાઈ ઇટાલીયા ડેપ્યુટી મેયર શાસક પક નેતા કોર્પોરેટર શ્રીઓ પાર્ટીના આગેવાન શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ સભાનું સંચાલન અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી હેમંતકુમાર ભગતે કર્યુ હતું.

શૈલેશ શુક્લ (મીડિયા કન્વીનર સુરત મહાનગર)
==================================================

Post a Comment

0 Comments